ઈરફાન ખાનના નિધનથી સિનેમા જગતને મોટુ નુકસાન: PM મોદી

વડાપ્રધાન મોદીએ ઈરફાન ખાનના નિધન પર દુ:ખ વ્યક્ત કર્યુ

બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા ઈરફાન ખાન છેલ્લા બે વર્ષથી કેન્સર બિમારીથી પીડાય રહ્યો હતો. ગઈ કાલે તબિયત વઘુ ગંભીર બનતા મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં ICUમાં રખાયા હતા. આજે તેમણે મુંબઈની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લેતા. જેને પગલે સમ્રગ બોલિવૂડમાં શોકનો માહોલ છવાવ્યો છે.

બીજી તરફ વડાપ્રધાન મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કોંગ્રેસ નેત રાહુલ ગાંધી, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિત અન્ય મોટા નેતાઓએ ઈરફાન ખાનના યોગદાને યાદ કર્યું.

વડાપ્રધાન મોદીએ ઈરફાન ખાનના નિધન પર ટ્વિટ કરીને દુખ વ્યક્ત કર્યું. અને લખ્યું કે સિનેમા અને થિયેટર જગતને મોટુ નુકસાન થયું છે. વિવિધ-વિવિધ માધ્યમો શાનદાર પ્રદર્શનથી યાદ કરવામાં આવશે. તેના પરિવાર, મિત્રો અને પ્રિયજનોને આશ્વાસન આપે છે. ભગવાન તેના આત્માને શાંતિ આપે.