રીઢો ગુનેગાર વિકાસ દુબે ખરેખર એન્કાઉન્ટરથી બચવા પોલીસના શરણે થયો છે?

આજે અલગ અલગ જગ્યાએ દુબેના બે સાથીદારોના એન્કાઉન્ટર થતા દુબેએ બચવા માટે આવો માર્ગ કાઢ્યો

ખતરનાક અને રીઢો ગુનેગાર વિકાસ દુબે આજે સાવ સરળતાથી મધ્યપ્રદેશ પોલીસના હાથમાં આવી જતા અનેક પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ છે પાંચ રાજ્યોની પોલીસ જેની પાછળ હતી છતાં વિકાસ દુબે પકડાતો ન હતો પરંતુ આજે સવારે એકાએક જ પોલીસના હાથમાં કઈ રીતે આવી ગયો તે રહસ્ય છે. દરમિયાનમાં સૂત્રો જણાવે છે કે આજે ઇટાવા અને મધ્યપ્રદેશમાં બે જગ્યાએ વિકાસ દુબઈના સાથીદારોના એનકાઉન્ટર થયા છે. આ અગાઉ પણ અન્ય ત્રણ સાથીદારોના ઍનકાઉન્ટર’માં મોત નિપજ્યા હતા આમ એક પછી એક સાથીદારો ના મોત થતાં વિકાસ દુબે પણ ગભરાયો છે અને પોલીસ પોતાનું પણ એન્કાઉન્ટર કરી નાખે એવો તેમને ડર લાગી રહ્યો છે.આથી વિકાસ દુબે ઉત્તર પ્રદેશની પોલીસના હાથે ઝડપાવા માંગતો ન હતો જેને લઈને તેમણે મધ્યપ્રદેશમાં ઉજ્જૈનમાં મંદિરમાં દર્શન કરવા ગયો હતો જ્યાં તેમને પોતાનું માસ્ક ઉતારી નાખતાં તેમની ઓળખ થઈ હતી. મધ્યપ્રદેશમાં તેની સામે એક પણ ગુનો નથી મધ્યપ્રદેશની પોલીસ કોર્ટમાં તેને રજૂ કરશે ત્યારબાદ ઉત્તર પ્રદેશની પોલીસ આવશે અને ટ્રાન્ઝિટ રિમાન્ડ દ્વારા તેને લઈ જશે હવે જોવાનું એ રહ્યું કે આ રીઢા ગુનેગારનું એનકાઉન્ટર ક્યારે અને કઈ રીતે પોલીસ કરે છે.