ઈટલીનો દાવો: કોરોના વાયરસની વેકસિન તૈયાર

ભારત સહિત વિશ્વભરમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. આ સ્થિતિ વચ્ચે સૌ કોઈની નજર હવે કોરોના વાયરસની વેકસિન પર છે. સમ્રગ દુનિયામાં 80 લેબોરેટરીમાં કોરોનાની રસી બનાવવા વૈજ્ઞાનિકો પ્રયત્ન કરી રહ્યા છે. કેટલાક દેશો એવા પણ છે જે વેકસીનનો વિકલ્પ શોધી રહ્યા છે. ઈટલીએ દાવો કર્યો છે કે પ્રાણીઓ પર વેકસીનનો સફળ ટેસ્ટ કર્યો છે. અને આ વેકસીનને માનવીઓ પર ટેસ્ટ કરવા માટે તૈયાર છે.

ઈઝરાઈલ બાદ ઈટલીએ ઘોષણા કરી છે કે તેમણે કોરોના વાયરસની રસી બનાવી લીધી છે. સૌથી મોટી વાત એ છે કે આ વેકસીન પ્રાણીઓ ઉપરાંત માનવીઓ પર કામ રહી છે. તેમજ આ સ્ટેજ સુધી પહોંચતી વિશ્વની પ્રથમ વેકસીન છે. તે સિવાય રાજઘાની રોમમાં ઈંફેક્શિયસ ડિસિઝ હોસ્પિટલ સ્પૈલૈજાનીમાં તેનો સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે.

રોમની સ્પૈલૈજાની હોસ્પિટલમાં આ રસીથી ઉંદરમાં એન્ટિબોડીઝ વિકસિત કરવામાં આવી હતી. વિકસિત એન્ટિબોડીઝ વાયરસને કોશિકાઓ પર હુમલો કરતા અટકાવશે. પરીક્ષણ દરમિયાન, એવું જાણવા મળ્યું કે પાંચ રસીએ મોટી સંખ્યામાં એન્ટિબોડીઝ ઉત્પન્ન કરી અને તેમાંથી બેથી ત્રણ ઉત્તમ પરિણામ આપ્યું. તેથી, આ અંગે વધુ સંશોધન કરવામાં આવ્યું હતું, ત્યારબાદ એવો દાવો કરવામાં આવ્યો હતો કે રસી તૈયાર કરવામાં આવી છે.

હવે પ્રશ્ન એ છે કે વેકસીન કેટલી ઝડપથી લોકો સોથી પહોંચી છે જેથી ઝડપથી વિશ્વને કોરોનાથી મુક્તિ મળી શકે. વેકસિનની સૌથી મોટી બાબત એ છે કે લેબોરેટરીમાં માનવ કોષો પર પોઝિટિવ અસર જોવા મળી છે. જેથી રસી પરીક્ષણ સૌથી એડવાન્સ તબક્કામાં છે. જલ્દી જ તેની પરીક્ષણ માણસો પર પણ કરવામાં આવશે.ઈટલીને ટૈકિઝ બોયોટેકે આ વેકસીનને વિકસિત કરી છે.