જય દશામાં: શ્રદ્ધાળુઓ દ્વારા પૂજા અર્ચના શરૂ

આજે દિવસાનો દિવસ છે અને આજથી જ દશામાંના વ્રતની શરૂઆત થાય છે જેને પગલે શ્રદ્ધાળુઓ રિવર ફ્રન્ટ ખાતે પૂજા-અર્ચના કરવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા જેમાં સૌથી વિશેષ મહિલાઓની સંખ્યા હતી જોકે, હાલ કોરોના મહામારીને કારણે માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટસિંગના નિયમોનું પાલન થયું નહોતું.

બીજી બાજુ આઘાતની વાત એ છે કે, મ્યુનિસિપલ અને પોલિસ તંત્રને આજના ધાર્મિક પ્રસંગની જાણકારી હતી તેમ છતાં સરકારી તંત્ર દ્રારા ટોળા ભેગા ન થાય તેવા કોઈ પગલા ભરાયા નથી.