જાપાનના વડાપ્રધાન શિંઝો આબે PM પદેથી રાજીનામું આપશે

જાપાનના વડા પ્રધાન શિંઝો આબે આજે વડાપ્રધાન પદેથી રાજીનામાની જાહેરાત કરી શકે છે. નોંધનીય છે કે, શિંઝો આબે છેલ્લા ઘણા સમયથી બિમાર છે અને થોડા સમય પહેલા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ સ્થિતિ વચ્ચે જાપાની મીડિયાના અહેવાલ પ્રમાણે શિંઝો આબે શુક્રવારે પત્રકાર પરિષદમાં રાજીનામું આપી શકે છે.

જાપાની મીડિયા અનુસાર શિંઝો આબેની તબિયત સતત બગડતી રહી છે. જેના પગલે, તેઓ કામ પર ધ્યાન આપવામાં અસમર્થ છે જે દરમ્યાન તેઓ આજે રાજીનામું આપી શકે છે.

શિંઝો આબેની તબિયતને લઈને ઘણા સમયથી ઘણી અટકળો ચાલી રહી છે. કારણ કે કામ છોડીને બે વાર હોસ્પિટલમાં જવુ પડ્યું હતું, જે બાદ તેમના રાજીનામાની વાત સામે આવી હતી.

આ અગાઉ 18 ઑગસ્ટના રોજ શિંઝો આબેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, ત્યારે લગભગ સાત કલાક સુધી ચેકઅપ ચાલુ હતુ. આ દરમિયાન મીડિયામાં અનેક પ્રકારની બાબતો સામે આવી, પરંતુ વડા પ્રધાન કાર્યાલયને સ્પષ્ટતા આપવામાં આવી.