જમ્મુ-કાશ્મીરમાં સૈન્યે 24 કલાકમાં 9 આતંકી ઠાર કર્યા, 1 જવાન શહીદ

જમ્મુ-કાશ્મીર કોરોનાની સાથે આંતકી વાઈરસની સામે લડી રહ્યું છે. કાશ્મીરના ઘાટીમાં છેલ્લા 24 કલાકમાં સુરક્ષાદળોએ 9 આંતકવાદીઓને ઠાર કર્યા છે. જ્યારે આ માર્યા ગયેલા આંતકીઓ પાસેથી સૈન્યેને મોટા પ્રમાણમાં હથિયાર મળી આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે કાશ્મીરના કુલગામમાં શનિવારે આંતકવાદીઓ અને સુરક્ષાબળો વચ્ચે ગોળાબાર થયો હતો જેમાં સૈન્યે ચાર આંતકવાદીઓને ઠાર કર્યા હતા. જે આંતકીઓ નાગરિકોની હત્યામાં પણ શામિલ હતા.

રવિવારે સૈન્યે ઓપરેશન હાથ ધર્યુ હતું જેમા પાંચ આંતકીઓ એલઓસી પાર કરવાની પ્રયાસમાં માર્યા ગયા હતા. આ ઓપરેશનમાં એક જવાન પણ શહીદ થયો છે જ્યારે બે ગંભીર રીતે ઘાયલ થયા છે.

સૈન્યના જણાવ્યા અનુસાર ચાર આંતકીઓ છૂપાયા હોવાની બાતમી મળ્યા બાદ સુરક્ષાદળોએ તે વિસ્તારને ચારે તરફથી ઘેરીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જે બાદ આંતકીઓ અને સૈન્ય વચ્ચે સામસામે ભારે ગોળીબાર થયો હતો જેમાં ચાર આંતકીઓને ઠાર કર્યા. આ આંતકીઓ કુલગામમાં બે સ્થાનિકોની ગોળી મારી હત્યા કરી હતી.