કેરળમાં પતિ સહિત ચાર મિત્રોએ પત્નીને દારૂ પીવડાવી ગેંગરેપ ગુજાર્યો

કેરળમાં ગેંગરેપનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મહિલાના પતિએ મિત્રો સાથે મળીને તેની પત્ની સાથે ગેંગરેપ કરીને સૃષ્ટી વિરૂદ્ધનું કૃત્યુ આચર્યું. જેને પગલે આ ઘટના ગુરૂવારે રાત્રે તિરુવનંતપુરમાંના બહારના કાદિનામકુલ વિસ્તારની નજીક બની હતી.

પીડિતાના જણાવ્યા અનુસાર પતિ સહિત મિત્રોએ બળજબરીપૂર્વક દારૂ પીવડાવી સૂમસામ વિસ્તારમાં લઈ જઈને ગેંગરેપ કર્યો હતો. પોલિસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં જ ગુરુવારે રાત્રે પીડિતાના પતિ સહિત પાંચ લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. તે તમામ આરોપીઓને ધારા 323,324,354, 354D, 376D હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. તેમજ પીડિતા કહ્યું કે તેમના કેદમાંથી ભાગીને મુખ્ય માર્ગ પહોંચી જ્યાં કાર સાથે ટકરાતાં માંડ માંડ બચી છું.