ખેરાલુના વિવિધ ગામોના ખેડૂતોએ જરૂરિયાત મંદ લોકોને ઘઉંનો લોટ આપવાનું શરૂ કર્યું

ધરોઇના પાણીથી પકવેલ ઘઉં ખેરાલુ તાલુકાના અલગ અલગ ગામોમાંથી ખેડૂતો અને મદદગાર પરિવાર દ્વારા એકઠા કરવામાં આવ્યા હતા. આ ઘઉંના લોટના 2.5 કિલોના પેકિંગ બનાવીને ખેરાલુ મામલતદારના સંકલનમાં રહીને ખેરાલુના જરૂરિયાત મંદ લોકોને આપવામાં આવ્યા હતા.

ત્યારબાદ બીજા ઘઉં અમદાવાદ ફેક્ટરીમાં મોકલવામાં આવ્યા હતા જેના એક એક કિલોના પેકિંગ કરી અમદાવાદમાં જરૂરિયાત મંદ લોકોને આપવામાં આવશે આ સમગ્ર ઘઉં ખેરાલુ તાલુકાના અલગ-અલગ 25 ગામના ખેડૂતો દ્વારા એકઠા કરવામાં આવ્યા હતા અને તે કીટનો વિતરણ જરૂરીયાતમંદ સુધી પહોંચાડવાનું કાર્ય મદદગાર પરિવાર દ્વારા કરવામાં આવેલ છે.

One Reply to “ખેરાલુના વિવિધ ગામોના ખેડૂતોએ જરૂરિયાત મંદ લોકોને ઘઉંનો લોટ આપવાનું શરૂ કર્યું”

Comments are closed.