લેટેસ્ટ સંક્ષિપ્ત સમાચાર

  • સુરતથી અમદાવાદ શહેરમાં જતી ST બસ બંધ, મહેસાણા, ઉત્તર ગુજરાત જતી બસ અમદાવાદ શહેરમાં નહિ પ્રવેશે, સૌરાષ્ટ્ર તરફ જતી બસ સેવા રાબેતા મુજબ ચાલુ રહેશે, સુરતમાં કોરોના વિસ્ફોટને લીધે લેવામાં આવ્યો નિર્ણય
  • અસામ રાઈફલ્સ અને અરૂણાચલ પ્રદેશ પોલીસની ઉગ્રવાદીઓ વિરુદ્ધ સંયુક્ત કાર્યવાહી, NSCN-IM સંગઠનના 6 ઉગ્રવાદી ઠાર મરાયા
  • અશોક ગેહલોત સરકારને પાડવાના ષડયંત્રનો ખુલાસો, SOGએ દાખલ કરેલી FIRમાં ખરીદ-વેચાણનો ખુલાસો, રાજસ્થાન સરકાર પાડવાના ષડયંત્ર રચવાના આરોપમાં બેની ધરપકડ, બંને આરોપીઓનો ભાજપ સાથેનો સંપર્ક પણ આવ્યો સામે
  • સૌરાષ્ટ્રમાં પાક નુકશાની મુદ્દે દિલીપ સંઘાણીનું નિવદેન, ભારત સરકારે પાક નુકસાન સર્વેમાં કર્યો છે ફેરફાર, પહેલા 50% નુકસાન થાય ત્યારે જ વળતર ચૂકવાતું હતું, હવે 35% નુકસાન થાય તો પણ વળતર ચુકવવામાં આવે છે,સરકાર વળતર ચુકવણી સીધા ખેડૂતોના ખાતામાં જ જમા કરાવે છે
  • મહેસાણાઃ ઊંઝામાં સતત વધતા કોરોના કેસને લઈને લેવાયો નિર્ણય, APMC સહિત તમામ બજાર બપોરે 2 કલાકે બંધ થશે, ધારાસભ્ય આશાબેન પટેલની અધ્યક્ષતામા મળેલી બેઠકમાં લેવાયો નિર્ણય, શહેરમાં બજાર સવારે 8 થી 2 કલાક સુધી જ ખુલ્લું રહેશે
  • મોરબીમાં કોરોનાના કેસને અટકાવવા માટે ક્લોક એસોસિએશનનો મહત્વનો નિર્ણય, મોરબીમાં ઘડિયાળ ઉધોગ રવિવાર થી રવિવાર એમ કુલ 7 દિવસ રહેશે બંધ, ઘડિયાળ ઉધોગમાં આવ્યો સ્ટાફ ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતો હોવાથી લેવામાં આવ્યો નિણર્ય
  • ભરૂચ નગરપાલિકા દ્વારા માસ્ક વગર વેપાર કરતા વેપારીઓ પાસે થી દડનિય કાર્યવાહી કરવામાં આવી, માસ્ક ન પહેરનાર અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન ન કરનારા વેપારીઓને 200 રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવ્યો.
  • જૂનાગઢના મૈયરની પત્નીને કોરોના, મૈયર ધીરુભાઈ ગોહિલની ધર્મપત્નીને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ, રાજકોટ સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા, જૂનાગઢ જિલ્લામાં વધુ એક કોરોના ના દર્દી