આજના લેટેસ્ટ સંક્ષિપ્ત સમાચાર

 • શેરબજાર: સેન્સેક્સમાં માર્કેટ ખુલતાની સાથે જ 235.18 પોઈન્ટનો કડાકો, 36,458.51 પર ખુલ્યુ બજાર
 • સુરતમાં ટોસિલિજુમેબ ઇન્જેક્શનના કાળાબજારનો મામલો: શાંતિ મેડિસીનના મિતુલ શાહની કરાઇ ધરપકડ
 • આ અઠવાડિયે દેશમાં કોરોનાનો આંક 10,00,000ને પાર થશે રાહુલ ગાંધીએ કર્યું ટ્વિટ
 • વડોદરા કરજણના માજી ધારાસભ્ય સતિષ પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, હાલ તેઓ માજલપુરમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ
 • અભિનેતા અમિતાભ બચ્ચને ટ્વિટ કરી તમામ લોકોનો માન્યો આભાર અને કહ્યું કે વ્યક્તિગત રીતે આભાર માની શકાય તેમ નથી એટલે શિશ ઝુકાવી બધાનો આભાર માનું છું. તેમણે ટ્વીટમાં એક કવિતા પણ લખી છે. અમિતાભ અને અભિષેકની હાલત પહેલા કરતા બહેતર થઈ હોવાનું જણાવાયું છે.
 • હવામાન વિભાગ દ્વારા આગામી 16 અને 17 જુલાઈ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. તો મધ્ય ગુજરાત અને અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
 • સુરતમાં આજથી ટેક્સટાઇલ માર્કેટ પાળશે સ્વૈચ્છિક બંધ, શહેરમાં કોરોનાનું સંક્રમણ વધતા લેવાયો નિર્ણય, ફોસ્ટા દ્વારા ટેક્સટાઇલ માર્કેટ બંધ રાખવાનો નિર્ણય ,19 જુલાઈ સુધી ટેક્સટાઇલ માર્કેટમાં દુકાનો બંધ
 • સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાના નવા 20 કેસ , ધ્રાંગધ્રા શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં 10 કેસ, પાટડીમાં 3, વઢવાણમાં 4 અને મૂળી તાલુકામાં 1 કેસ , ચુડામાં 1 અને લીંબડી તાલુકામાં એક કેસ તમામ દર્દીઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા
 • ભાવનગર મહુવા માર્કેટ યાર્ડને 10 દિવસ બંધ રાખવાનો નિર્ણય કરાયો, કોરોના મહામારીના ફેલાવાને રોકવા લેવાયો નિર્ણય,16 જુલાઈ થી 26 જુલાઈ સુધી તમામ કામકાજ બંધ રહેશે
  માત્ર શાકભાજી માર્કેટ સીમિત સમય માટે રહેશે ચાલુ