આજના લેટેસ્ટ સંક્ષિપ્ત સમાચાર

  • અમદાવાદ બાદ સુરતમાં પણ માસ્ક ન પહેરવા પર રૂ.500નો દંડ, માસ્ક ન પહેરવા પર દંડની રકમ વધારાઇ અગાઉ રૂ.200નો કરાતો હતો દંડ
  • મોરબીના ટંકારામાં આવતીકાલથી બજારો 2 વાગ્યા બાદ બંધ રહેશે, ટંકારામાં COVID19ના કેસ વધતા લેવામાં આવ્યો નિર્ણય, સવારના 7 થી બપોરના 2 વાગ્યા સુધી જ વેપાર-ધંધા ચાલુ રહેશે, બપોરે 2 વાગ્યા બાદ વેપાર-ધંધા બંધ રાખવા વેપારીઓએ સ્વૈચ્છિક નિર્ણય લીધો
  • નખત્રાણા તાલુકાના લુડબાય ગામના સરપંચ સસ્પેન્ડ, 2 થી વધુ સંતાન હોવાના મુદ્દે થયા સસ્પેન્ડ, ચૂંટણી સમયે 2 સંતાનો અંગે ખોટુ સોગંદનામું રજૂ કર્યુ હતું
  • વડોદરામાં રિક્ષાચાલકોએ અર્ધનગ્ન થઇ વિરોધ દર્શાવ્યો, યુનિફોર્મ અંગે સરકારનાં પરિપત્ર સામે વાંધો, યુનિફોર્મનો ખર્ચ ન પોસાતો હોવાનો રિક્ષા ચાલકોનો સુર, અર્ધનગ્ન થઇ રિક્ષા ચાલકો કલેક્ટર કચેરી પહોંચ્યાં, હાલ પુરતું પરિપત્રનું અમલીકરણ રોકવા માંગ
  • સૌરાષ્ટ્રમાં થયેલા ભારે વરસાદના કારણે ખેડૂતોના જમીન ધોવાણ અને પશુપાલકોને થયેલા નુકસાન અંગે સર્વે કરાવશે સરકાર સર્વે બાદ ખેડૂતો અને પશુપાલકોને કરાશે વળતરની ચૂકવણી આજની કેબિનેટની બેઠકમાં લેવાયો નિર્ણય..
  • કોરોના વેકસીન: ઝાયડસે કોવિડ- ૧૯ની દવા ZyCov-Dનો માણસો પર પ્રયોગ શરૂ કર્યો. આજે પહેલો ડોઝ આપવામાં આવ્યો.
  • જામનગર: કાલાવડ પોલીસ સ્ટેશનમાં પિતા પુત્રને માર મારવાનો મામલો, SPએ 4 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કર્યા, 3 લોકરક્ષક અને 1 હેડકોન્સ્ટેબલને કરાયા સસ્પેન્ડ, માસ્ક ન પહેરનારને માર માર્યા બાદ તેના પિતાને પણ માર માર્યો હતો, ચારેય વિરુદ્ધ કલમ 323 અને 114 મુજબ ગુન્હો પણ નોંધાયો
  • અમદાવાદ PCBના નરોડામાં દરોડા, 300 બોટલ ઇંગ્લિશ દારૂ ઝડપી પાડયો, 8,21,000ન મુદ્દામાલ કબ્જે કર્યો, 1 આરોપીની ધરપકડ અને 1 આરોપી ફરાર
  • રાજસ્થાનમાં રાજકીય સંકટ વચ્ચે NSUIની બેઠકમાં રાહુલ ગાંધીનું નિવેદન, કોઇ પાર્ટી છોડવા ઇચ્છે તો છોડી શકે છે
  • વડા પ્રધાન મોદીએ ‘સ્કિલ ઈન્ડિયા મિશન’ના પાંચમા વાર્ષિક દિન નિમિત્તે કહ્યું છે, ‘કોરોના વાઈરસ બીમારીએ નોકરીઓની પરિભાષા બદલી નાખી છે. નવી ટેક્નોલોજીએ પણ આપણા જીવન પર મોટી અસર કરી છે. આપણા યુવાનોએ નવાં કૌશલ્ય હાંસલ કરવા પડશે.’