લેટેસ્ટ સંક્ષિપ્ત સમાચાર

  • અમદાવાદઃ રાજ્ય સરકારનો પરીક્ષાને લઈ વધુ એક યુ-ટર્ન મેડિકલ, પેરા મેડિકલ અને ડેન્ટલની પરીક્ષાને લઈ યુ ટર્ન, પ્રથમ પેપર લેવાયા બાદ પરીક્ષા ન લેવા અપાઈ સૂચના, આરોગ્ય વિભાગના આદેશ બાદ યુનિ.એ પરીક્ષા કેન્દ્ર પર આપી મૌખિક સૂચના
    બાકીના પેપર અન્ય સૂચના ન મળે ત્યાં સુધી ન લેવા સૂચના, ગઈકાલે જ યુનિવર્સીટીએ રાબેતા મુજબ પરીક્ષા યોજવા કર્યો હતો પરિપત્ર વધુ એક વખત રાજ્ય સરકારે ફેરવી તોળ્યું
  • મુંબઈમાં ભારે વરસાદની આગાહીના પગલે ઓરેન્જ અલર્ટ જાહેર કરાયું, લોકોને ઘરમાં રહેવા અપાઇ સલાહ
  • અમદાવાદમાં એંટીજન ટેસ્ટ શરૂ કરાયા, આ ટેસ્ટમાં કોરોનાનું રિઝલ્ટ માત્ર 30 મીનીટમાં મળી જાય છે, જેથી દર્દીને વહેલી તકે આઈસોલેટ કરી તેની સારવાર શરૂ કરી શકાય છે. ICMR તરફથી આ ટેસ્ટની કિંમત 450 રૂપિયા નક્કી કરવામાં આવી છે.
  • આરોગ્ય સચિવ જયંતિ રવિએ કહ્યું છે કે સુરતના જે વિસ્તારમાં કોરોનાના કેસ વધુ આવશે ત્યાં પાન-માવાની દુકાનો પણ બંધ કરાવવામાં આવશે.સુરતમાં કોરોનાનો રાફડો ફાટતા પાર્લે પોઈન્ટ વિસ્તારમાં આવેલું પ્રસિદ્ધ અંબિકા નિકેતન મંદિર અચોક્કસ મુદત માટે ફરી બંધ કરવામાં આવ્યું છે.