દેશમાં આજે પણ પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યાં, સતત 23માં દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યાં, અમદાવાદમાં પેટ્રોલમાં 5 પૈસા, ડીઝલમાં 13 પૈસાનો વધારો
કેન્દ્ર સરકારએ ચીની કંપનીનું 2900 કરોડનું ટેન્ડર રદ્દ કર્યું, ગંગા નદી પર મહાત્મા ગાંધી સેતુની સમાંતર બનનારા એવા મહાસેતુના પ્રોજેક્ટને લગતો ટેન્ડર રદ, આ પ્રોજેક્ટ માટે પસંદ કરાયેલા 4 કોન્ટ્રાક્ટરોમાંથી 2 ચીની કંપનીઓ હતી, PMની અધ્યક્ષતામાં કેબિનેટ સમિતિ દ્વારા મંજૂરી આપવામાં આવી
સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદી ઝાપટાની આગાહી, ઉત્તર અને મધ્ય ગુજરાતમા એકંદરે વરસી શકે છે છૂટોછવાયો વરસાદ