બાબા બર્ફાનીના ભક્તો માટે સારા સમાચાર આવ્યાં છે. અમરનાથ યાત્રા 21 જુલાઈથી શરૂ થઈ શકે છે. જમ્મુ અને કાશ્મીરના LG જીસી મુર્મૂએ બાબા બર્ફાનીની પૂજા કરી. આ બધા વચ્ચે બાબા બર્ફાનીની પહેલી તસવીર પણ સામે આવી છે. આ ઉપરાંત આ વખતે બાબા બર્ફાની પોતે તમને દર્શન આપવા આવી રહ્યાં છે. આજથી પવિત્ર ગુફામાં દિવ્ય આરતી શરૂ થઈ ગઈ છે. જેનું પહેલીવાર દૂરદર્શન પર પ્રસારણ કરવામાં આવ્યું.
અમેરિકાના સ્વાતંત્રા દિવસના અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપેલા શુભેચ્છા સંદેશ પર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પીએમ મોદીનો આભાર માન્યો અને કહ્યું કે, “અમેરિકા ભારતને પ્રેમ કરે છે”