કાયદાઓ માત્ર લોકો માટે જ છે રાજકીય નેતાઓને કોઈ કાયદો લાગુ પડતો નથી

સોશિયલ ડીસ્ટન્સિંગની સલાહ આપતા મંત્રીઓએ જ સોશિયલ ડીસ્ટન્સનો ભંગ કર્યો

કોઈ પણ કાયદો હોય એ માત્ર સામાન્ય લોકોને જ લાગુ પડતો હોય તેવું લાગે છે ભૂતકાળમાં પણ અનેક વખત રાજકીય નેતાઓ અને મંત્રીઓ જાણે બીજા ગૃહમાંથી આવ્યા હોય તેમ તેઓને કોઇ કાયદો લાગુ પડતો નથી.

ગઈકાલે રાજ્યસભાની ગુજરાતની ચાર બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં ભાજપે તડજોડની નીતિ કરીને ત્રણ બેઠકો પર કબજો જમાવી દીધો હતો અને કોંગ્રેસને માત્ર એક બેઠક જ મળી હતી. વિજયના ઉત્સાહમાં ખુદ મુખ્યમંત્રી સહિતના મંત્રીઓએ પ્રત્યેક બધા બાજુ બાજુમાં રહી સોશિયલ ડીસ્ટન્સિગનો ભંગ કરીને ફોટોસેશનમાં મસ્ત થઈ ગયા હતા.