રામ મંદિરના શિલાન્યાસ કાર્યક્રમમાંથી એલ કે અડવાણી તથા મુરલી મનોહર જોષી સહિતના નેતાઓની હકાલપટ્ટી

વાસ્તવમાં રામ મંદિર માટેના આંદોલનની શરૂઆત 1992માં અડવાણીએ રથયાત્રા કાઢીને કરી હતી

ઉત્તર પ્રદેશના આયોધ્યામાં ભવ્ય રામમંદિરનું નિર્માણ કરવા માટે આવતીકાલે ભૂમિ પૂજન અને શિલાન્યાસ વિધિ કરવામાં આવશે જેના માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે આ કાર્યક્રમમાંથી જ ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણી તથા મુરલી મનોહર જોશી અને ઉમા ભારતી સહિતના હિન્દુ સમ્રાટ ગણાતા નેતાઓની જ બાદબાકી કરી દેવામાં આવી છે. અત્રે નોંધનીય બાબત અને આશ્ચર્યજનક એ છે કે ૧૯૯૨માં લાલકૃષ્ણ અડવાણીએ જ રામ મંદિરના નિર્માણ માટે સોમનાથ મંદિરથી રથયાત્રા કાઢી હતી આ રથયાત્રાને કારણે જ ભાજપને કેન્દ્રમાં તેમજ વિવિધ રાજ્યોમાં સત્તા મળી છે એ પણ હકીકત છે પરંતુ છેલ્લા ઘણા સમયથી અડવાણી તથા મુરલી મનોહર જોશી જેવા નેતાઓને માર્ગદર્શક મંડળમાં નાખીને તમામને હાંસિયામાં ધકેલી દેવાયા છે.

રામ મંદિરના નિર્માણના સંદર્ભમાં સુપ્રીમ કોર્ટ પોતાનો ચુકાદો આપી દીધો હતો જેથી ભવ્ય રામ મંદિરના નિર્માણ નો રસ્તો ખુલી ગયો છે પરંતુ વિવાદસ્પદ બાબરી મસ્જિદને વિધ્વંસ કરવાનો કેસ હજુ ચાલે એવો છે જેમાં અડવાણી પોતે પણ એક આરોપી છે આમ છતાં લાલકૃષ્ણ અડવાણીને અયોધ્યામાં હાજરી આપવાનું કોઈ આમંત્રણ મળ્યું નથી અડવાણી તથા મુરલી મનોહર જોશીને વિડિયો કોન્ફરન્સ માધ્યમથી આ કાર્યક્રમમાં હાજર રહેવાનું આમંત્રણ મળ્યું છે જોકે લોકો સોશિયલ મીડિયા પર આ સંદર્ભમાં ખૂબ જ ટીકા કરી રહ્યા છે અને એકબીજાને મેસેજ મોકલી રહ્યા છે જેમાં તેઓ લખે છે કે કરોડો લોકો ટીવી પર રામ મંદિર ના કાર્યક્રમને લાઈવ નિહાળ વાના છે તો પછી વીડિયો કોન્ફરન્સથી શિલાન્યાસ વિધિ જુએ કે તેથી તેમાં કોઈ જ ફરક નથી.