અન્ય કર્મચારીઓની જેમ કોરોનામાં ફરજ બજાવતા પ્રાથમિક શિક્ષકોને પણ 25 લાખનો વીમો આપો

ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા મુખ્યમંત્રીને લેખિતમાં રજુઆત કરાઈ

ગુજરાતમાં સરકારે અમુક વિભાગના કેટલાક કર્મચારીઓને કોરોના વાયરસના સંદર્ભમાં ફરજ પર ઉતાર્યા છે જેમાંથી પ્રાથમિક શિક્ષકોને બાદ કરતા બાકીના વિભાગના કર્મચારીઓને ૨૫ લાખના વીમાનું કવચ આપ્યું છે.

આથી ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષકસંઘના પ્રમુખ ચંદ્રકાંત ખાખરીયા તથા મંત્રી મનોજ પટેલે મુખ્યમંત્રી વિજય રૂપાણીને લેખિતમાં રજૂઆત કરી છ જેમાં જણાવ્યું છે કે કોવિડ-19ની ટીમાં રોકાયેલા પ્રાથમિક શિક્ષકોને પણ આ વીમા યોજનામાં સમાવી લેવા જોઈએ.

આ સંઘને કેટલાક શિક્ષકો અને હોદ્દેદારોએ ૨૫ લાખનો વીમો મળવો જોઈએ એ પ્રકારની રજૂઆતો કરી હતી જેને પગલે સંઘે મુખ્યમંત્રી ઉપરાંત શિક્ષણમંત્રી તથા મુખ્ય સચિવ તમામ જિલ્લા કલેક્ટરો અને મ્યુનિસિપલ કમિશનરોને આ પત્રની કોપી મોકલી આપી છે જેમાં એવી માગણી કરવામાં આવી છે કે શિક્ષકોને 25 લાખનો વીમો આપો તેમજ એન 95 માસ્ક તથા સેનીટેશન અને સહિતની પ્રાથમિક સુવિધા આપો.