સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આગામી ત્રણ માસ સુધી મોકૂફ

વિધાનસભાની ખાલી પડેલ આઠ બેઠક પર પેટા ચૂંટણી યોજાશે

એક બાજુ ગુજરાતમાં આગામી નવેમ્બર માસમાં વિધાનસભાની ખાલી પડેલ આઠ બેઠક પર પેટા ચૂંટણી યોજાવાની છે. બીજી બાજુ રાજ્ય ચૂંટણી પંચે કોરોનાની વર્તમાન સ્થિતિની સમીક્ષા કરતા સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આગામી ત્રણ માસ સુધી મોકૂફ રાખવામાં જાહેરનામું બહાર પાડ્યું છે. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ 6 મહાનગર પાલિકા, 55 નગરપાલિકા અને 231 તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણીઓ જેની મુદ્દત પૂર્ણ થતા નવેમ્બરમાં યોજાવાની હતી.

સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીનો વ્યાપ અને કોવિડ-19ની મહામારીના પરિસ્થિતિની સમીક્ષા કરતા રાજ્ય ચૂંટણી આયોગે આ ચૂંટણીઓ આગામી ત્રણ માસ સુધી મુલત્વી રાખવા જાહેરનામું પ્રસિધ્ધ કરેલ છે અને ત્રણ માસ બાદ મહામારીની પરિસ્થિતિની પુન: સમીક્ષા કરી ચૂંટણીઓ યોજવવા નિર્ણ કરેલ છે.

ઉલ્લેખનીય છે કે,રાજ્યમાં 8 વિધાનસભાની પેટા ચૂંટણીઓ 3 નવેમ્બરે યોજાવાની છે 10 નવેમ્બરે પરિણામ આવશે.