લોકડાઉનની ઐસીતૈસી: 18 પ્રવાસી મજૂરો સિમેન્ટ ટેંકમાં છૂપાઈને યુપી જઈ રહ્યા…

કોરોના વાયરસના સંકટના પગલે દેશભરમાં લોકડાઉન લાગુ છે જેને કારણે લાખો પરપ્રાંતિય કામદારો લોકડાઉનમાં અન્ય રાજ્યમાં ફસાયા છે. કેન્દ્ર સરકાર દ્રારા શ્રમિકોને તેમના વતન જવા વિશેષ વ્યવસ્થાને મંજૂરી મળી ગઈ છે. છતાં પણ લોકો લોકડાઉનમાં પોતાના ઘરે પોંહચવા વિવિધ પ્રકારની તકનીક અપનાવી રહ્યા છે.

આ સ્થિતિ વચ્ચે મધ્યપ્રદેશના ઈન્દોર શહેરમાંથી વિચિત્ર ઘટના સામે આવી છે. સિમેન્ટ-કોંક્રીટ મિક્સર ટેંકમાં અંદર બેસીને 18 લોકો પોતાના ઘરે જઈ રહ્યા હતા. પોલિસ રસ્તામાં જ પકડતા ઘટના પ્રકાશમાં આવી હતી.

ઈન્દોર ટ્રાફિક ડીએસપી ઉમાકાંત ચૌધરીએ કહ્યું કે સિમેન્ટ કોક્રીટ મિક્સર ટેન્કમાં લગભગ 18 લોકો બેસીને મહારાષ્ટ્રથી લખનઉ જઈ રહ્યા હતા. ત્યારે ચેકિંગ દરમિયાન પકડવામાં આવ્યા. તેમજ અધિકારીએ જણાવ્યું કે વાહનને સાંવરે પોલિસ સ્ટેશન પહોંચાડી દીધું છે અને જ્યારે શ્રમિકોને તેમના ઘરે પોંહચાડવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.