જાણો, લોકડાઉન-2: PM મોદીએ શું કહ્યું, લોકડાઉન ત્રણ મેં સુધી વધાર્યું

પીએમ મોદીનો રાષ્ટ્ર જોગ મેસેજ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે 10 વાગ્યે ટીવી પર રાષ્ટ્રજોગ પ્રવચન કર્યું હતું. જેમાં તેઓએ 24 મિનિટ સુધી પ્રવચન કર્યું હતું જેમાં તેઓએ જાહેર કર્યું હતું કે કોરોના વાયરસની સ્થિતિ સમગ્ર દુનિયાભરમાં ખૂબ જ ગંભીર બની ગઈ છે જેનો એક માત્ર વિકલ્પ લોકડાઉન અને સોશિયલ ડિસ્ટન્સિંગ છે માટે ભારતમાં પણ ૩જી મે સુધી આ લોકડાઉનચાલુ રાખવામાં આવે છે જેનો ખુબ જ કડકાઈ પૂર્વક અમલ કરાશે.

દેશવાસીઓએ ૨૧ દિવસ દરમિયાન લોકડાઉનની અંદર રહીને જે રીતે સાથ સહકાર આપ્યો છે અને પાલન કર્યું છે તેવું જ પાલન કરશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

સફેદ પોશાકમાં આવેલા વડાપ્રધાને જણાવ્યું હતું કે જે વિસ્તારો કે રાજ્યમાં કોરોનાવાયરસ ના હોટસ્પોટ વધશે નહીં કેવા વિસ્તારોમાં ૨૦મી એપ્રિલથી કેટલીક શરતોને આધીન રહીને છૂટછાટો આપવામાં આવશે જો હોટસ્પોટ વધશે નહીં તો પણ કેટલીક છૂટછાટ અપાશે.

અત્રે નોંધનીય છે કે વડાપ્રધાન રાષ્ટ્રજોગ સંબોધન કરવાના હોવાની જાહેરાત ગઈકાલે જ મોદીએ કરી હતી.

જેને લઇને દેશના તમામ લોકો તેમનું પ્રવચન સાંભળવા માટે ખુબજ આતુરતાપૂર્વક રાહ જોતા હતા આજે સવારે ઘણા લોકો વહેલા ઉઠી ગયા હતા અને ટીવી સામે ગોઠવાઈ ગયા હતા દેશના કરોડો લોકો વડાપ્રધાનના પ્રવચન પહેલા જાતજાતની અટકળો લગાવતા હતા જેમાં કરોડો લોકો ને એવી ગણતરી હતી કે પીએમ લોકડાઉનચોક્કસથી વધારશે.

જ્યારે બીજા કરોડો લોકો એવું વિચારતા હતા કે કેટલાક રાજ્યોમાં લોકડાઉનની સ્થિતિમાં વડાપ્રધાન કેટલીક છૂટછાટો આપશે તો ઘણા લોકો ને એવું લાગતું હતું કે જે રાજ્યો કે જે વિસ્તારોમાં પૂર્ણ નથી ફેલાયો અથવા તો મર્યાદામાં છે તેવા વિસ્તારોમાં લોકડાઉનમાં છૂટછાટ આપવાની સત્તા જે તે રાજ્યોના મુખ્યમંત્રી અપાશે.

એટલું જ રહે ગુજરાતના હેલ્થ સચિવ આઈએએસ ડો જયંતિ રવિ દ્વારા રોજ કોરોનાવાયરસ ના દર્દીઓના સંદર્ભમાં ગાંધીનગરથી સવારે 10:30 વાગ્યે મેડિકલ બુલેટિન જાહેર કરવામાં આવે છે પરંતુ આજે સરકાર તરફથી એવો મેસેજ આવ્યો કે ડો જયંતિ રવિ અનિવાર્ય સંજોગોને કારણે મીડિયા બુલેટિન જાહેર કર્યા નહીં આવે પરંતુ તેમની બાઇટ ની ક્લીપીંગ મીડિયાને મોકલી દેવાશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે 10 વાગ્યે આવી ગયા હતા ખુબજ ધીર ગંભીર મુદ્રામાં તેઓએ જણાવ્યું હતું કે કોરોનાવાયરસ સામે દેશવાસીઓ મજબૂત રીતે લડી રહ્યા છે તમારી તપશ્ચર્યા અને ત્યાગને કારણે જ પૂરું આ વાયરસથી થનારા નુકસાનને ટાળવામાં ઘણી સફળતા મળી છે લોકોએ ૨૧ દિવસ દરમિયાન ઘણી જ મુશ્કેલીઓ ને બેઠી છે પરંતુ આવું કરીને તમોએ દેશને બચાવ્યો છે તમારી મુશ્કેલીઓ ને હું જાણું છું પરંતુ તમે દેશ માટે કર્તવ્ય નિભાવ્યું છે જેના માટે હું તમને આદર નમન કરું છું.

આજે ૧૪મી એપ્રિલે બાબાસાહેબનું જન્મદિવસ હોવાથી વડાપ્રધાને તેમને યાદ કરીને શ્રદ્ધાંજલિ પણ પાઠવી હતી વડાપ્રધાને પ્રવચનમાં જણાવ્યું હતું કે લોકો પોતાના ઘરમાં જ રહીને તહેવારો મનાવે છે જે બાબત ઘણી જ પ્રેરક છે સારી સુવિધા ધરાવતા દેશોની હાલત પણ કોરોનાવાયરસ ને કારણે ખરાબ છે આપણે ત્યાં એક પણ કેસ નહોતો આવ્યો તે પહેલાથી જ એરપોર્ટ પર સ્ક્રિનિંગ શરૂ કર્યું હતું તેમજ વિદેશથી આવેલા દરેક વ્યક્તિને ૧૪ દિવસ માટે આઈસોલેશનમાં રખાયા હતા.

550 કેસ થયા ત્યારે ભારતમાં 21 દિવસનો lockdown શરૂ કરીને ખૂબ જ મોટો નિર્ણય કર્યો હતો ધર દે સમસ્યા વધવાની રાહ જોઈ ન હતી અને ઝડપથી નિર્ણય લઈને પૂરું આ વાઇરસને રોકવાનો પ્રયાસ કર્યો છે. વડાપ્રધાને જણાવ્યું હતું કે આ સ્થિતિમાં કોઇ દેશ સાથે તુલના કરવી યોગ્ય નથી.

પરંતુ સચ્ચાઈ ને નકારી ન શકાય સમર્પણ દેશોના કોરોનાવાયરસ ના આંકડા ની સરખામણી જોઈએ તો ભારતની સ્થિતિ સારી છે દોઢ મહિના પહેલા આ દેશો ભારતની સાથે જ હતાં પરંતુ આજે ૨૫થી ૩૦ ટકા કેસ વધી ગયા છે અને હજારો લોકોના મોત થયા છે જો આપણે લોકડાઉન રાખ્યું ન હોત તો એટલું નુકસાન થયું હોત કે તેની કલ્પના કરતાં પણ રુવાડા ઉભા થઈ જાય છે જે વિકલ્પ પસંદ કર્યો છે તે જ સાચો છે તે હવે સાફ થઈ ગયું છે.

લોકડાઉનતથા સોશિયલ ડિસ્ટેન્સિંગ લાભ મળ્યો છે માત્ર આર્થિક દ્રષ્ટિએ મોંઘુ પડ્યું છે મોટી કિંમત ચૂકવવી પડી છે પરંતુ માણસના જીવન સામે તેનું કશું મૂલ્ય નથી તેની ચર્ચા દુનિયાભરમાં થાય છે નાગરીકોને મુશ્કેલી ઓછામાં ઓછી થાય તે માટે રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે નિયમિત રીતે ચર્ચા થતી હોય છે.

મોટાભાગના મુખ્યમંત્રીઓએ લોકડાઉન વધારવા માટેનું સૂચન કર્યું છે આથી એવું નક્કી કર્યું છે કે ત્રણ મે સુધી લોકડાઉનને વધારાશે દેશવાસીઓએ કડક રીતે તેનું પાલન કરવું પડશે પહેલા કરતા પણ વધુ સતર્કતા વધારવી પડશે જો નવા હોટસ્પોટ બનશે તો વધુ સંકટ ઊભું થશે અને તે મોટો પડકાર બની જશે જેથી આગામી એક સપ્તાહ સુધી કઠોરતા વધારવામાં આવશે

વડાપ્રધાને જણાવ્યું હતું કે ૨૦મી એપ્રિલ સુધી દરેક રાજ્યોમાં કેટલું અને કઈ રીતે પાલન થાય છે તે જોવામાં આવશે અને તેનું મૂલ્યાંકન પણ કરાશે જે ક્ષેત્ર કે રાજ્યો આ પરિક્ષામાં સફળ થયા હશે અને હોટસ્પોટની સંખ્યા વધી નહીં હોય તેમજ હોટસ્પોટ વધશે તેવી શંકા પણ નહી હોય તેવા વિસ્તારોમાં કેટલીક છૂટછાટો અપાશે તેમાં પણ શરતો હશે તે નિયમોનું જે રાજ્ય પાલન કરશે તેઓને છૂટછાટો અપાશે પરંતુ જો નિયમ તૂટશે અને કોરોનાવાયરસ વધુ પ્રસાર છે તો અનુમતિ પાછી લેવાશે કોઈને પણ લાપરવાહી કરવા દેવામાં નહીં આવે આવતીકાલે આ સંદર્ભમાં એક વિસ્તૃત ગાઈડલાઈન પણ જારી કરાશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અંતમાં જણાવ્યું હતું કે ખાસ કરીને રોજેરોજનું કમાનારા લોકોનું ખાસ ધ્યાન રખાશે તેમની મુશ્કેલીઓ ઓછી થાય તેવા પ્રયાસો કરાશે અનાજ અને દવા નો ભંડાર પડ્યો છે તેનું વિતરણ પણ થઈ રહ્યું છે દેશમાં ૬૦૦થી વધુ કોવિડ હોસ્પિટલો બનાવી દેવાય છે વડાપ્રધાને એવી હાકલ કરી છે કે વિશ્વ અને માનવ કલ્યાણ માટે યુવાન વૈજ્ઞાનિકો આગળ આવે અને કોરોનાવાયરસ ની વેક્સિન બનાવવાનું બીડું ઉઠાવી લે.

પ્રવચનના છેલ્લા ભાગમાં વડાપ્રધાને જણાવ્યું કે હું તમારો આભાર માનું છું લોકોને શિખામણ આપતાં કહ્યું હતું કે તમારા ઘરના બીજા લોકોનો વિશેષ ધ્યાન આપો લોકડાઉનનો ચુસ્ત રીતે અમલ કરો તમારી ઇમ્યુનીટી વધે તે માટે આયુષના નિયમોનું પાલન કરો કોરોનાવાયરસ રોકવા માટે આરોગ્ય સેતુ મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને બીજાને એ કરાવડાવો જેટલું થઈ શકે તેટલી ગરીબો ની દેખરેખ રાખો ઉપરાંત આ લડાઈમાં સામેલ પોલીસ કર્મચારીઓ અને સફાઈ કામદારો સહિતના તમામ કર્મચારીઓ નું ગૌરવ વધારો તમો હાલમાં જ્યાં છો ત્યાં જ રહો અને રાષ્ટ્રને જીવંત બનાવો ઉત્તમ સ્વાસ્થ્યની મંગલ કામના વડાપ્રધાને દેશવાસીઓને આપી છે.