લૉકડાઉન-3: આ ઉંમરના લોકોએ તો ઘરમાં જ રહેવું પડશે, જાણી લો નિયમ

દેશભરમાં કોરોના મહામારી ઝડપથી ફેલાય રહેલો જોવા મળી રહ્યો છે. હાલમાં ભારતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 35 હજારથી પણ વધારે જોવા મળી રહી છે. કોરોનાને લઇને અત્યાર સુધીમાં 1152 લોકોના મોત થયા છે. જેને ધ્યાનમાં લઇને એક વાર ફરી દેશમાં લોકડાઉન બે અઠવાડિયા સુધી લંબાવી દેવામાં આવ્યું છે. જેને લઇને હવે ભારતમાં 17મે સુધી લોકડાઉન લાગુ રહેશે. આ સાથે લોકડાઉનની અવધિ વધારવાની સાથે ગૃહ મંત્રાલેય કેટલાંક નિર્દેશો પણ જારી કર્યાં છે

દેશમાં કોરોના લોકડાઉન 17 મે સુધી લાગુ કરાયું. 10 વર્ષથી નીચેના બાળકોને ઘરમાં રહેવાનો નિર્દેશ.

નવી ગાઇડલાઇન્સ મુજબ લોકોની સુરક્ષા માટે કેટલાંક ઉપાયો બતાવ્યાં છે. જેના હેઠળ બધા વિસ્તારોમાં 65 વર્ષથી વધારે ઉંમરની વ્યક્તિ, બિમાર વ્યક્તિ, ગર્ભવતી મહિલાઓ અને 10 વર્ષથી નાની ઉંમરના બાળકોએ ઘર પર જ રહેવા અંગે દિશા-નિર્દેશ કરવામાં આવ્યો છે. જો ખૂબ જ અગત્યનું હોય અથવા બિમારીને લગતું હોય તો જ ઘરની બહાર નીકળવું. 

સાંજે 7 વાગ્યાથી આવન-જાવનન પર પ્રતિબંધઆ સાથે દરેક પ્રવૃત્તિઓને લઇને આવન-જાવન પર સાંજે 7 વાગ્યાથી સવારે 7 વાગ્યા સુધી પ્રતિબંધ રહેશે.

સ્થાનિક તંત્ર દ્વારા કલમ-144 હેઠળ કાયદાના બંધારણીય (કર્ફ્યું) હેઠળ આદેશ જાહેરી કરશે અને તેનો કડકાઇથી અમલ કરાવામાં આવે. સોશિયલ ડિસ્ટેન્સિગ તેમજ સુરક્ષા સાવધાન સાથે રેડ, ઓરેંજ અને ગ્રીન ઝોનમાં ઓપીડી તેમજ મેડીકલ સેવાને મંજૂરી આપવામાં આવી છે. જો કે કંટેનમેંટની અંદર ઓપીડી અને મેડિકલ ક્લિનીક ખોલવાની મંજૂરી અપાઇ નથી. 

આ સાથે લોકડાઉન દરમિયાન બીજી અનેક પ્રવત્તિઓ પર પણ રોકલગાવામાં આવી છે. લોકડાઉન દરમિયાન સ્કૂલ, કોલેજ અને શિક્ષણ સંસ્થાઓ 17 મે સુધી બંધ રહેશે. આ સિવાય મોલ્સ, સિનેમા, પબ્સ, રેસ્ટોરાં વગેરે પણ બંધ રહેશે. આ દરમિયાન હવાઇ, રેલ અને મેટ્રો પર પણ પ્રતિબંધ લગાવામાં આવ્યો છે.