લોકડાઉન 4.0 લંબાવવા માટેની સૂચનાઓ ગમે તે સમયે જારી થઈ શકે છે, જાણો શું બદલાવ આવશે

કોરોના મહામારીને કારણે દેશમાં ત્રીજા તબક્કાનું લાકોડાઉન લાગુ છે જેનો અવધિ આવતીકાલે એટલે કે 17મી મે પૂર્ણ થઈ રહ્યો છે. કેન્દ્ર સરકાર દ્રારા સંકેત મળ્યો છે કે દેશમાં ચોથા તબક્કાનું લોકડાઉન લાગુ કરવામાં આવશે. જેનો સમયગાળો 18મી મેથી 31મે સુધી લાગુ રહેશે.

લોકડાઉન 4.0 અંગે ગૃહ મંત્રાલય દ્રારા કોઈ પણ સમયે નવી ગાઈડલાઈન જારી કરી શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ લોકડાઉન લંબાવવાનો સંકેત રાષ્ટ્રજોગ સંબોધન ઉલ્લેખ કર્યો હતો. જોકે, મોદીએ કહ્યું હતું કે લોકડાઉન 4.0 સંપૂર્ણ રીતે નવા રંગરૂપ જેવું હશે. જેમાં અનેક પ્રકારના બદલાવ અને છૂટછાટ આપવામાં આવશે.

શું- શું નવું હોઈ શકે છે લોકડાઉન 4.0

  • નાગરિકોએ સ્વાસ્થ્ય અને સુરક્ષાનું પોતેજ ધ્યાન રાખવું પડશે
  • લોકડાઉન 4.0માં અર્થતંત્ર પર જોર આપવામાં આવશે
  • કેન્દ્ર સરકાર તરફથી રાજ્યોને છૂટ આપવામાં આવી શકે છે
  • ગ્રીનઝોનમાં પરિવહન- ઉદ્યોગોને મંજૂરી મળી શકે છે
  • તેમજ બસ અને ટેક્સી ચલાવવાની પણ મંજૂરી મળી શકે છે
  • યાત્રી ટ્રેન દોડશે નહી
  • પરંતુ સ્પેશલ ટ્રેન અને શ્રમિક ટ્રેન ચાલુ રહેશે જેમાં સંખ્યા અને રૂટમાં વધારો થઈ શકે છે
  • 18મી મેથી પંસદગીના રૂટ પર ડોમેસ્ટીક ફ્લાઈટ સેવા અંગે પણ વિચારણા કરાવમાં આવશે