લોકડાઉન-5 30 જૂન સુધી લાગુ રહેશે, ગાઈડલાઈન જારી

દેશભરમાં લોકડાઉનનો ચોથો તબક્કો પૂર્ણ થવામાં હવે એક દિવસ બાકી છે. આ સ્થિતિ વચ્ચે કેન્દ્ર સરકારે લોકડાઉન-5ની ગાઈડલાઈન જારી કરી છે. જેને સરકારે અનલોક-1 નામ આપ્યું છે. ઉલ્લેખનીય છે કે 25 માર્ચથી દેશમાં કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે લોકડાઉન લાગુ કર્યું છે. કન્ટેનમેન્ટ વિસ્તારોમાં માત્ર આવશ્યક જીવનજરૂરી સેવાઓ ચાલુ રહેશે.

 • શરતોને આધીન 8 જૂનથી ધાર્મિક સ્થળો ખુલશે
 • દેશમાં રાત્રીના 9થી સવારના 5 વાગ્યા સુધી કર્ફ્યૂ લાગુ રહેશે
 • આંતરરાજ્યમાં અવર-જવરમાં મુસાફરી અને સામનની હેરફેર માટે અપાશે છૂટ
 • કન્ટેનમેન્ટ સિવાયના વિસ્તારમાં 8 જૂનથી તમામ શોપિંગ મોલ, હોટલ, રેસ્ટોરન્ટને શરતોને આધીન ખોલવાની છૂટ અપાશે
 • શાળા-કોલેજ અંગે જુલાઈમાં નિર્ણય લેવાશે
 • લગ્નમાં હજુ પણ 50 લોકો મર્યાદિત રહેશે
 • જાહેર અને કાર્ય સ્થળ પર માસ્ક પહેરવું ફરજીયાત રહેશે
 • અંતિમ વિધીમાં 20થી વધુ લોકો હાજર નહીં રહી શકે
 • જાહેર સ્થળો પર દારૂ, ગુટખાના સેવન પર પ્રતિબંધ રહેશે
 • રાજ્ય સરકાર શાળા ખોલવાનો નિર્ણય લેશે
 • વર્કિગ પ્લેસ પર કર્મચારીઓએ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું પડશે તેમજ સેનિટાઈઝ ઉપયોગ કરવો પડશે

  નોંધનીય છે કે દેશમાં આજે કોરોના વાયરસના સૌથી વધુ કેસો નોંધાયા છે. તેમજ વિશ્વમાં કોરોના વાયરસના સૌથી વઘુ પ્રભાવિત દેશોમાં કોરોના કેસો મામલે ભારત નવમાં ક્રમે આવી ગયો છે જે દેશવાસીઓ માટે ચિંતાનો વિષય છે. જેને પગલે આગામી સમયમાં સ્થિતિ વધુ કફોડી બની શકે છે.