લોકડાઉન-2: ભારતમાં વિમાન-રેલ્વે સેવા 3જી મે સુધી ઠપ્પ

કોરોના વાઈરસ વિરૂદ્ધની જંગ લાંબી થઈ ગઈ છે. વડાપ્રધાન મોદીએ આજે લોકડાઉનને 3જી મે સુધી લંબાવ્યું છે. જે પહેલા પણ લોકડાઉન વધવાના સંકેત સરકારે આપી દીધા હતા. લોકોને કેટલીક રાહતની અપેક્ષા હતી. પરંતુ તેવું કઈ જોવા મળ્યું નહીં.

વડાપ્રધાન મોદીની જાહેરાત બાદ રેલ્વે તરફથી નિવેદન આવ્યું છે કે તમામ પેસેન્જર ટ્રેન લોકડાઉન જારી દરમિયાન બંધ રહેશે એટલે કે 3જી મે સુધી પેસેન્જર ટ્રેન દોડશે નહી. તે સિવાય મેટ્રો સેવા પહેલાથી જ બંધ છે.

આ ઉપરાંત વિમાન સેવા પણ ચાલુ નહીં થાય. તેમજ ડોમેસ્ટીક અને આંતરરાષ્ટ્રીય વિમાન સેવા 3જી મે સુધી બંધ રહેશે.

જોકે બસો અંગે હજી સુધી કોઈ માહિતી આપવામાં આવી નથી, પરંતુ પીએમ મોદીએ જે રીતે દરેક પોલીસ સ્ટેશન, દરેક જિલ્લા અને દરેક રાજ્યમાં સઘન દેખરેખ રાખવાનો આદેશ આપ્યો છે, આવી સ્થિતિમાં બસોની અવરજવર થવાની સંભાવના નહિવત્ છે.

તે સિવાય રાજ્યના મુખ્યમંત્રીઓ પણ પરિવહન સેવા ચાલુ નહી કરવાની માંગ કરી હતી. દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે જો પરિવહન સેવા ચાલુ થઈ જશે તો લોકડાઉનની કોઈ અસર રહેશે નહીં.