સુરતમાં લોકડાઉનમાં પણ ડાયમંડ ડ્રીમ સિટીનું નિર્માણ, શ્રમિકોની તોડફોડ

કોરોના વાયરસને કારણે દેશભરમાં લોકડાઉન જારી છે. જેની સૌથી વધુ અસર પરપ્રાંતિય શ્રમિકો પર પડી રહી છે. આ મજૂરો પોતાના વતન પરત જવા માગે છે પરંતુ હાલ તેમની પાસે કોઈ વિકલ્પ નથી.

આ સ્થિતિ વચ્ચે સુરતના ડાયમંડ ડ્રીમ સિટિમાં કામ કરતા કામદારાઓ તેમને ઘરે પરત મોકલવાની માંગ કરી. પરંતુ આ માંગણીઓ પૂરી નહીં થતા રોષે ભરાયેલા શ્રમિકોએ તોડફોડ કરી હતી.

સુરતના ખાજોદ વિસ્તરામાં ડાયમંડ ડ્રીમ સિટિનું નિર્માણ ચાલી રહ્યું છે. લોકડાઉનમાં પણ મજૂરો પાસે કામ કરાવવામાં આવે છે. શ્રમિકોની માંગ છે કે તેમને પોતના ઘરે જવામાં વ્યવસ્થા કરવામાં આવે. જોકે, તેમ ન થતા શ્રમિકોએ તોડફોડ શરૂ કરી દીધી હતી. ત્યાર બાદ પોલિસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી મામલાને ઠંડો પાડ્યો હતો.