દેશમાં લોકડાઉન-3 4મેથી 17મે સુધી લંબાવાયું

કોરોના વાયરસને કારણે દેશભરમાં લોકડાઉન છે. બીજા તબક્કાનું લોકડાઉન રવિવારે સમાપ્ત થઈ રહ્યું છે. તેમ છતા પણ ગુજરાત સહિત દેશમાં કોરોના વાયરસના કેસોની સંખ્યા અને મૃત્યુઆંક ઘટી રહ્યો નથી.

જેને પગલે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મંત્રીઓ વચ્ચે બેઠક યોજાઈ હતી. જેમાં લોકડાઉનને લઈને ચર્ચા કરાઈ હતી. જેને કારણે હવે લોકડાઉને બે સપ્તાહ સુધી લંબાવવામાં આવ્યુ છે. એટલે કે 17 મે સુધી વધારવામાં આવ્યું છે.