નિકોલના ડી-માર્ટમાં ખરીદી માટે વહેલી સવારથી જ લાંબી લાઇન: રોજના 150 ટોકન અપાય છે

કોરોના કારણે ગુજરાત સહિત દેશભરમાં લોકડાઉન છે. આ સ્થિત વચ્ચે લોકોને જીવન જીવવું મુશ્કેલ બન્યું છે. રાજ્ય સરકારે ગુજરાતની જનતાને ખાદ્ય ચીજવસ્તુઓ ખરીદવા માટે ડી-માર્ટ મોલને ખુલ્લા રાખવા છૂટ આપી છે.

અમદાવાદના નિકોલમાં આવેલા ડી-માર્ટમાં કોરોના અને લોકડાઉનને કારણે ખાદ્ય ચીજવસ્તુઓ ખરીદવા માટે મોટી સંખ્યામાં લોકો ભેગા થતા હોય છે આવું ન થાય તે માટે ખરીદી કરવા આવનારને ટોકન આપવામાં આવે છે.

પરંતુ રોજના માત્ર 150 ટોકન જ આપવામાં આવે છે. જેને પગલે લોકો નોટબંધીની જેમ નાગરિકો વહેલી સવાર એટલે કે પરોઢિયે ચાર વાગ્યે થી જ આવી જાય છે જેને કારણે ટોકન મેળવા માટે લાંબી કતાર લાગે છે. આ ટોકન લેવા માટે આશરે 250 કરતાથી વધુ લોકો આ કતારમાં ઉભા રહે છે. પરંતુ ટોકન મળે છે માત્ર 150 લોકોને જ જેથી ટોકન નહી મળેલા બીજા લોકોને વિલા મોઢે પાછા ફરવું પડે છે.

એક બાજુ સરકાર કોરોના વાઈરસના કારણે ભીડ એકત્ર નહીં કરવા કહી રહી છે ત્યારે બીજી બાજુ નિકોલના ડી-માર્ટની બહાર ખાદ્ય ચીજવસ્તુઓ ખરીદી કરવા તે માટે ટોકન લોકોને આપવા લાબી લાઈનોમાં ઉભા રાખીને લોકડાઉનના લીરેલારા ઉડાવે છે.