M. S. Dhoniએ આગામી લોકસભાની ચૂંટણી લડવી જોઈએ: સુબ્રમણ્યમ સ્વામી

ભારતીય ક્રિકેટ ટીમને ત્રણેય ફોર્મેટમાં નંબર 1 પર સિદ્ધી પ્રાપ્ત કરાવનાર સૌથી સફળ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ આંતરરાષ્ટ્રિય ક્રિકેટમાંથી ગઈ કાલે નિવૃતિ જાહેર કરી દીધી છે. જેને પગલે હવે ધોની નિવૃતિ અંગે ભાજપના રાજ્યસભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ એક ટ્વીટ કર્યું છે.

તેમજ સ્વામીએ ટ્વીટમાં લખ્યું કે, એમ.એસ. ધોની ક્રિકેટમાંથી સંન્યાસ લીધો છે બીજી કોઈ પણ વસ્તુમાંથી નહીં.અવરોધો સામે લડવામાં તેની પ્રતિભા તેમજ ટીમને લીડર તરીકે ક્રિકેટમાં દર્શાવી તેજ રીતે 2024માં લોકસભાની ચૂંટણી લડવી જોઈએ.