રાજ્ય અને સુરતમાં કોરોનાનો પ્રચંડ વિસ્ફોટ

ગુજરાતમાં કોરોના વાયરસ દિન- પ્રતિદિન બેકાબૂ બનીને નવા વિક્રમો સર્જી રહ્યો છે. આજે કોરોના કેસોએ અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડીને રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 861 કેસો નોંધાયા છે જ્યારે 15 દર્દીઓના કોરોના કારણે મૃત્યુ પામ્યા છે. આ સાથે જ ગુજરાતમાં કોરોના સંક્રમિત દર્દીઓ કુલ આંકડો 39 હજારને આંક વટાવી ગયો એટલે કુલ 39,419 પર પહોંચી ગયો છે અને કુલ મુત્યુઆંક 2,013ને આંબી ગયો છે.

તેમજ વધુ 429 દર્દીઓ કોરોના મ્હાત આપતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જે સાથે કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા 27,7423 થઈ ગઈ છે. તેમજ રાજ્યમાં કુલ એકટિવ કેસોની સંખ્યા 9,528 થઈ ગઈ છે.

રાજ્યમાં કોરોનાનું નવું એપી સેન્ટર બની ગયેલું સુરતમાં આજે રેકોર્ડબ્રેક છેલ્લા 24 કલાકમાં કોરોના 307 કેસો નોંધાતા અમદાવાદને ઓવરટેક કરી ગયું છે. રાહતની વાત એ છે કે, અમદાવાદ કોરોના કેસો અને મુત્યુઆંકની આંક ઘટી રહ્યા છે. 24 કલાકમાં સૌથી ઓછા 162 કેસો નોંધાયા જ્યારે 5 લોકોના કોરોના કારણે મોતને ભેટ્યા છે.