મે 4 લાખનું ઓઇલ ખરીદ્યું હતું તે રકમ ઝીરો થઇ છતાં MCX મારી પાસેથી બીજા 12 લાખ માગે છે

સંજય ગુપ્તા નામના માણસે વડાપ્રધાનને ટ્વિટ કરી રક્ષણની માગણી કરી

ગઈકાલે સમગ્ર વિશ્વમાં ક્રૂડ ઓઇલના ભાવમાં માની નહીં શકાય એવો કડાકો બોલ્યો હતો અને એક તબક્કે ભાવ માઇનસમાં જતા રહ્યા હતા એટલું જ નહીં ક્રૂડ ઓઇલની અંદર ભારતના લાખો લોકો વર્ષોથી શેરબજારની જેમ ટ્રેડીંગ કરે છે પરંતુ ભાવની વધઘટનો આધાર વિદેશી માર્કેટના ભાવને આધારે થતો હોય છે અને સેટલમેન્ટ પણ તે મુજબનું જ થતું હોય છે.

અમેરિકા સહિતના દેશોમાં ક્રૂડ ઓઇલની ખરીદી કરવા વાળા લોકોએ ડિલીવરી લેવાનો ઇનકાર કરી દીધો હતો જેને કારણે તેમણે જે ભાવથી ક્રૂડ ઓઇલની ખરીદી કરી હતી તે તમામ રકમ તેમને પરત મળી ન હતી એટલે કે તેમની રકમ ઝીરો થઈ ગઈ હતી.

વિદેશના ટ્રેડિંગની સીધી જ અસર ભારત પર પડી હતી જોકે આજે સવારે કેટલાય લોકોએ ક્રૂડ ઓઇલની ખરીદી કરી હતી.બીજી બાજુ એમસીએક્સ દ્વારા ટ્રેડિંગ કરવાનો સમય પણ બદલાવી દેવાયો હતો જેથી અનેક લોકો નું ક્રૂડ ઓઇલમાં લેણું હતું અને નવા સમય મુજબ સાંજે 5 વાગ્યે બજાર બંધ થયું હતું પરંતુ તેઓનું લેણ ઉભુ હતું અને તેઓ અગાઉ કરેલા સોદાને સરભર કરી શક્યા ન હતા.

બીજી બાજુ એમસીએક્સ દ્વારા સરક્યુલર બહાર પાડવામાં આવ્યો હતો જેમાં સેટલમેન્ટના ભાગરૂપે સોદા કરનારી વ્યક્તિ પાસેથી ચોક્કસ રકમ માગવામાં આવી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ સંજય ગુપ્તા નામના માણસે ટ્વિટ કરીને એવી માગણી કરી છે કે મે સવારના સમયે મે ૪ લાખનું ક્રૂડ ઓઈલ ખરીદ્યું હતું જે રકમનું મારું સંપૂર્ણપણે નુકસાન થઈ ગયું છે અને આમ છતાં એમસીએકસ દ્વારા મારી પાસેથી સેટલમેન્ટ માટે બીજા ૧૨ લાખ રૂપિયા માગવામાં આવે છે માટે તમે અમને બચાવો.

બીજી બાજુ કોમોડિટી બજાર સાથે સંકળાયેલા કેટલાક બ્રોકરો જણાવે છે કે એમસીએકસ દ્વારા એપ્રિલ મહિના માટે સેટલમેન્ટની જે રકમ નક્કી કરી છે તેને હાઇકોર્ટમાં પડકારવામાં આવશે અને ભૂતકાળમાં આ પ્રકારની સિચ્યુએશન ક્યારે ઉભી થઇ ન હતી હવે આ વિવાદ હજુ ખૂબ જ આગળ વધે તેવી શક્યતાઓ છે.

Comments are closed.