૧૪ હજાર કરોડના બ્લેક મની જાહેર કરનાર મહેશ શાહનું મૃત્યુ

અમદાવાદના જોધપુર વિસ્તારમાં રહેતા મહેશ શાહનું નિધન થયું છે. નોંટબંધી સમયે અંદાજે 2016માં ઈન્કમ ડિકલેરેશન સ્કીમ હેઠળ રૂપિયા 13860 કરોડનું કાળું નાણું જાહેર કર્યું હતું જેના પગલે ગુજરાતભરમાં ચકચાર મચી ગઈ હતી. નોંધનીય છે કે, મહેશ શાહ છેલ્લા ઘણા સમયથી બિમાર હતા.

ત્યારે હવે સવાલ એ સર્જાય છે કે, હવે મહેશ શાહનું જ મૃત્યુ થતાં તેમણે જાહેર કરેલા કરોડો રૂપિયા વાસ્તવમાં કોના હતા તે રહસ્ય હવે ક્યારે ઉકેલાશે નહીં. કેમ કે મહેશના વૃદ્ધ પિતા ચંપકલાલ તેમજ મહેશના પત્નીનું પણ નિધન થયું હતું. જોકે આ મહાશયે નોટબંધી વખતે કાળા નાણાં પેટે આ રકમ જાહેર કર્યા બાદ પણ પૈસા જમા કરાવ્યા ન હતા અને રસપ્રદ છે કે તેમની સામે આવકવેરા વિભાગે કોઈ નક્કર કાર્યવાહી પણ નહોતી કરી. મહેશે જાહેર કરેલુ કાળુનાણુ વાસ્તવમાં કોઈ રાજકીય નેતાઓ અને ટોચના અધિકારીઓનું હોવાની વાત તે સમયે થતી હતી.