Interesting…રસોડામાંથી ગુમ થયેલો બાજરો શરીર માટે ખૂબ જ ઉપયોગી છે

એનર્જી અને ઇમ્યુનિટી વધારે છે તેમજ ડાયાબિટીસ અને હાર્ટના દર્દીઓ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે

એક સમય હતો જ્યારે લોકો ઘઉંની સાથે સાથે બીજા અનાજ જેવા કે, મકાઈ, બાજરો, જુવાર વગેરેનો ખાદ્યમાં ઉપયોગ લેતા હતા. જેને પગલે લોકો સ્વાસ્થ્યમંદ અને ખુશહાલ જીવન જીવતા હતા જ્યારે અત્યારના,સમયમા માત્ર ઘઉંના લોટની રોટલી અને ભાખરીનો જમવામાં વધુ ઉપયોગ થાય છે જેને કારણે લોકોને જરૂરી પ્રમાણમાં પ્રોટીન અને અન્ય તત્વો પ્રાપ્ત થતા નથી.

બીજી તરફ ધાન્યમાં સૌથી વધુ પૌષ્ટિક બાજરીમાં માનવામાં આવે છે પરંતુ વર્તમાન સમયમાં બાજરીનો ઉપયોગ ભાગ્યે જ થાય છે. બાજરીમાં કેલ્શિયમ, વિટામિન, ફોસ્ફરસ, પ્રોટીન, આર્યન સહિતના ખૂબ જ જરૂરી તત્વો હોય છે.

જાણો બાજરો ખાવથી થતા ફાયદા
1 ગર્ભવતી મહિલાઓ માટે ફાયદામંદ છે.
2 હાડકાંની મજબૂતી માટે
3 હ્રદયની તંદુરસ્તી માટે
4 પાચનક્રિયા માટે
5 મગજને શાંત રાખે છે
6 એનર્જી વધારે છે
7 મોટાપાને દૂર કરે છે