ભારતના હજારો ગામડામાં લાખો લોકોએ એક ટાઈમનું ભોજન શરૂ કર્યું

કેન્દ્ર સરકારના 20 લાખ કરોડ પેકેજમાંથી આ લોકોને અનાજ ખરીદવા માટેના પૈસા અપાશે?

લોકડાઉનને પગલે તેમજ કેન્દ્ર સરકારની અણઆવડતને કારણે દેશની આર્થિક સ્થિતિ કથળી ગઇ છે મોંઘવારીએ માઝા મૂકી છે આવી પરિસ્થિતિમાં મધ્યમ અને ગરીબ વર્ગના પરિવારોને જીવનનિર્વાહ ચલાવવાનું પણ મુશ્કેલ બની ગયું છે જાણીને દુઃખ લાગે છે કે ભારતના હજારો ગામડામાં રહેતા લાખો લોકોએ પૈસાના અભાવે એક ટાઈમનું ભોજન જતું કર્યું છે એટલે કે હવે તેઓ માત્ર બે ટાઈમ ને બદલે એક ટાઈમ જ ભોજન કરી રહ્યા છે.

દેશની આર્થિક સ્થિતિ મજબૂત કરવા માટે મોદી સરકારે ૨૦ લાખ કરોડ રૂપિયાના તોતિંગ રાહત પેકેજની જાહેરાત કરી હતી પરંતુ આ પેકેજમાંથી ગામડાના ભૂખ્યા રહેતા લોકોને એક રૂપિયો પણ મળ્યો ન હોય તેવું દેખાઈ રહ્યું છે શું હવે આ પેકેજમાંથી ગામડાના લોકોને અનાજ ખરીદવાના પૈસા અપાશે એવો પ્રશ્ન લોકો જ પૂછી રહ્યા છે.

ઉદ્યોગોને બેઠા કરવાના નામે લાખો કરોડો રૂપિયાની સહાય અપાઇ છે તેમ જ બેંકો દ્વારા પણ ઓછા વ્યાજની લોન આપવામાં આવે છે પરંતુ નાગરિકોને બે ટંક જમવાનું પણ નથી મળતું તેનાથી વધુ કરતા બીજી કોઈ જ નથી શું આ રીતે દેશ ચાલશે? શું નાગરિકોએ ખોબલે-ખોબલે મત આપીને આ માટે જ મોદી સરકારને બીજી વખત સ્પષ્ટ બહુમતીથી સરકાર બનાવવા માટેનો મેન્ડેટ આપ્યો હતો?