અમરેલીમાં પુન: ચુસ્ત લોકડાઉન લાગુ કરવા MLA વિરજી ઠુંમર દ્રારા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરાઈ

ગુજરાત સહિત સમગ્ર દેશ કોરોના મહામારી સામે લડી રહ્યો છે આ સ્થિતિ વચ્ચે કેન્દ્ર સરકારે કોરોના પર કાબૂ મેળવવા દેશભરમાં લોકડાઉન લાગુ કર્યું હતું જોકે, 1લી જૂનથી તબક્કાવાર અનલોક થતા ગુજરાત અને દેશમાં દૈનિક કેસોમાં નવા વિક્રમો સર્જી રહ્યો છે રાજ્યમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને સુરતમાં સ્થિતિ કથળી રહી છે જેને પગલે લાઠીના ધારાસભ્ય વિરજી ઠુંમરે અમરેલી જિલ્લામાં પુન: ચુસ્ત લોકડાઉન લાગુ કરવા જિલ્લા કલેક્ટરને રજુઆત કરાઈ છે.

ધારાસભ્યે રજૂઆતમાં કહ્યું કે, અમરેલી જિલ્લામાં દિન પ્રતિદિન કોરોના સંક્રમિત લોકોની સંખ્યા 40- 50 સરેરાશ સામે મૃત્યુદર પર ભયજનક રીતે વધી રહ્યો છે. તાજેતરમાં કોરોના પર અંકુશ મેળવવા અમરેલી સહિત અન્ય જિલ્લાઓ દ્રારા તેમની સરહદો પર મેડીકલ ચેકિંગ કર્યા બાદ જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. તેમજ જિલ્લામાં કોરોના કેસોનો કુલ અંકડો 200ને વટાવી ચૂક્યો છે ત્યારે કોરોના સંક્રમણને ચેઈન તોડવા માટે મહામારી પર કાબૂ કરવા અગાઉની જેમ પુન ચુસ્ત લોકડાઉન લાગુ કરવામાં આવે તો લોકાના અમૂલ્ય જીવ બચાવી શકાય જે અંતર્ગત આ મુદ્દે યોગ્ય નિર્ણય લેવા કહ્યું છે.