મોદી સરકારે પેટ્રોલ-ડીઝલના ભાવ કર્યા “અનલોક”: રાહુલ ગાંધી

દિલ્હીમાં પ્રથમ વાર ડીઝલનો ભાવ પેટ્રોલ કરતા વધુ

દેશમાં કોરોના વાયરસની મહામારી વચ્ચે પેટ્રોલ-ડીઝલના ભાવ ઐતિહાસિક ટોચ પર પહોંચી રહ્યા છે. રાજધાની દિલ્હીમાં પ્રથમ વાર એવું બન્યુ છે કે, ડીઝલનો ભાવ પેટ્રોલ કરતા વધુ હોય હવે આ મુદ્દે કોંગ્રેસ કેન્દ્રની સરકારને ઘેરી રહી છે. જે સંદર્ભમાં કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને સાંસદ રાહુલ ગાંધીએ ભાજપની કેન્દ્રની મોદી સરકારને આ મુદ્દે આડેહાથ લેતા બુધવારે એક ટ્વીટમાં ગ્રાફ જારી કરીને લખ્યું કે સરકારે કોરોના અને પેટ્રોલ-ડીઝલના ભાવને અનલોક કરી દીધા છે.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા 18 દિવસથી સતત ઈંધણના ભાવ વધી રહ્યા છે જોકે, આજે માત્ર બુધવારે પેટ્રોલનો ભાવ વધ્યો નથી પરંતુ ડીઝલના ભાવમાં ભડકો થયો છે.

જે અંતર્ગત દિલ્હીમાં આજે ડીઝલમાં લિટર દીઠ 48 પૈસા વધીને ડીઝલનો ભાવ 79.88 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયો છે જ્યારે પેટ્રોલનો લિટરનો ભાવ 79.40 રૂપિયા છે.

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ સંબોધનમાં ઘણી વાર દેશમાં મોદી સરકાર દ્રારા લાગુ કરાયેલુ લોકડાઉન નિષ્ફળ ગણાવતા કહ્યું હતુ કે ભારત એકમાત્ર એવો દેશ છે કે, કોરોના વાયરસના કેસાની સંખ્યા વધી રહી છે તેમછતા લોકડાઉન હટાવી રહ્યા છે.