રાજયમાં આજે કોરોનાના 1300થી વધુ કેસ, ડિસ્ચાર્જ 1400થી વધુ

ગુજરાતમાં આજે ફરી કોરોનાના 1300ને પાર કેસો યથાવત છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના સર્વોચ્ચ 1,332 લોકો સંક્રમિત થયા છે આ સાથે જ ગુજરાતમાં કુલ સંક્રમિત દર્દીઓનો આંકડો કુલ 1,09,627 પર પહોંચી ગયો છે. જ્યારે 15 દર્દીઓના કોરોના કારણે જીવ ગુમાવ્યા છે જેને પગલે કુલ મૃત્યુઆંક 3167 પર પહોંચી ગયો છે. ચાલુ માસના 10 જ દિવસમાં કોરોનાના 13,192 કેસો નોંધાય ચૂક્યા છે. જ્યારે પ્રતિકલાકે રાજ્યમાં સરેરાશ 55 વ્યક્તિ કોરોના વાયરસથી સંક્રમિત થઈ રહી છે.

તેમજ બીજી બાજુ રાહત વાતે એ છે કે આજે વધુ 1,415 દર્દીઓ કોરોના મ્હાત આપતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. તેમજ રાજ્યમાં કુલ એકટિવ કેસોની સંખ્યા 16,230 થઈ જે પૈકી 16,139 લોકો સ્થિર અને 91 લોકો વેન્ટિલેટર પર છે.

રાજ્યમાં કોરોનાનું નવું એપી સેન્ટર બની ગયેલું સુરતમાં કોરોનાના છેલ્લા 24 કલાકમાં કોરોના સૌથી વધુ 278 કેસો નોંધાતા છે. જ્યારે અમદાવાદ કોરોના 167 કેસો નોંધાયા. જ્યારે 4 લોકોના કોરોના કારણે મોતને ભેટ્યા છે.