દેશમાં 24 કલાકમાં કોરોનાના 55 હજારને પાર કેસ, 876ના મોત

દેશમાં કોરોના વાયરસનો કેર યથાવત છે. 24 કલાકમાં કોરોના વાયરસના વધુ નવા 55,079 કેસ નોંધાયા છે જે સાથે કુલ કેસોનો આંકડો 27 લાખને પાર પહોંચી ગયો છે. જ્યારે કોરોનાથી 876 લોકોના કરૂણ મોત નિપજ્યા છે જેને પગલે કુલ મૃત્યુઆંક 51, 797ને આંબી ગયો છે. બીજી બાજુ 57,937 લોકો કોરોનાને મ્હાત આપી છે. હાલ દેશમાં કોરોના મહામારીના કુલ 6,73,166 કેસો સક્રિય છે.

નોંધનીય છે કે, વિશ્વમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 2.18 કરોડને પાર કરી ગઈ છે જ્યારે મોતનો આંકડો 7.74 લાખ નજીક પહોંચી ગયો છે.