PM મોદીના 2015થી અત્યાર સુધી પ્રવાસમાં 500 કરોડથી વધુનો ખર્ચ

કોરોના સંકટકાળ વચ્ચે સંસદના બન્ને ગૃહમાં ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે. રાજ્યસભામાં ભલે હોબાળો ચાલી રહ્યો હોય પરંતુ લેખિત પ્રશ્નો- જવાબો થઈ રહ્યા છે. વિદેશ મંત્રાલયે સંસદમાં માહિતી આપી છે કે 2015થી વડા પ્રધાન નરેન્દ્ર મોદી 58 દેશોનો પ્રવાસ કરી ચૂક્યા છે.વિદેશ મંત્રાલયે આ જવાબ સાંસદના સવાલ પર આપ્યો છે. જેમાં જણાવ્યું કે 2015થી પીએમ મોદીના પ્રવાસ પાછળ કુલ 517.82 કરોડ રૂપિયા ખર્ચ થયો છે.

વડાપ્રધાન મોદીની આ મુલાકાતો દરમિયાન, ભારતે કેટલાય દેશો સાથે મોટા ક્ષેત્રોમાં કરાર કર્યા જેમાં વેપાર, રોકાણ, સંરક્ષણ સહિતના મોટા ક્ષેત્રમાં પણ એમઓયુ થયા છે તેમજ આર્થિક વિકાસના એજન્ડા પર રાષ્ટ્રીય મિશનનો વિસ્તાર કરવામાં આવ્યો.

નોંધનીય છે પીએમ નરેન્દ્ર મોદીએ કોરોના સંકટ બાદ કોઈ વિદેશ પ્રવાસ કર્યો નથી. ફેબ્રુઆરીમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત પછી કોઈ મોટા વિદેશી નેતાની મુલાકાત લીધી નથી.