ભયાવહ સ્થિતિ: ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના 1300થી વધુ કેસ, 7 દિવસમાં 9236 કેસો

ગુજરાતમાં અનલોક-4ના સાતમાં દિવસે પણ કોરોનાના 1300ને પાર કેસો નોંધાવાનો આંકડો યથાવત છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના સર્વોચ્ચ 1,330 લોકો સંક્રમિત થયા છે આ સાથે જ ગુજરાતમાં કુલ સંક્રમિત દર્દીઓનો આંકડો કુલ 105671 પર પહોંચી ગયો છે. જ્યારે 15 દર્દીઓના કોરોના કારણે જીવ ગુમાવ્યા છે જેને પગલે કુલ મૃત્યુઆંક 3123 પર પહોંચી ગયો છે. તેમજ આજે રાજ્યમાં કુલ 72,690 ટેસ્ટ કરવામાં આવ્યા છે અને અત્યાર સુધીમાં કુલ 28,53,371 ટેસ્ટ કરાયા છે. ચાલુ માસના સાત જ દિવસમાં કોરોનાના 9236 કેસો નોંધાય ચૂક્યા છે. જ્યારે પ્રતિકલાકે રાજ્યમાં સરેરાશ 55 વ્યક્તિ કોરોના વાયરસથી સંક્રમિત થઈ રહી છે.

તેમજ બીજી બાજુ રાહત વાતે એ છે કે આજે વધુ 1276 દર્દીઓ કોરોના મ્હાત આપતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. તેમજ રાજ્યમાં કુલ એકટિવ કેસોની સંખ્યા 16,514 થઈ જે પૈકી 16,425 સ્થિર અને 89 વેન્ટિલેટર પર છે.

રાજ્યમાં કોરોનાનું નવું એપી સેન્ટર બની ગયેલું સુરતમાં કોરોનાના છેલ્લા 24 કલાકમાં કોરોના સૌથી વધુ 286 કેસો નોંધાતા છે. જ્યારે અમદાવાદ કોરોના 172 કેસો નોંધાયા જ્યારે 3 લોકોના કોરોના કારણે મોતને ભેટ્યા છે.