બ્રેકિંગ: મહેન્દ્રસિંહ ધોનીની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી અલવિદા

ટીમ ઈન્ડિયામા ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ આજે સ્વતંત્રા દિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ફોર્મેટમાં નિવૃતિ જાહેર કરી છે. જોકે, ઈન્ડિયન પ્રીમિયર લીગમાં એમ.એસ ધોની રમતો રહેશે.

39 વર્ષીય એમએસ ધોનીએ ટેસ્ટ ક્રિકેટમાંથી અગાઉથી જ નિવૃત્તિ લઈ લીધી હતી જોકે ધોની વનડે અને ટી 20 માં ભારતીય ક્રિકેટ ટીમનો હિસ્સો બની રહ્યો હતો પરંતુ આજે ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી દીધી છે. ધોની ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન પણ રહી ચૂક્યો છે તેમજ ધોનીના નામના ઘણા મોટા કિર્તિમાન રેકોર્ડ્સ પણ નોંધાયેલા છે.

મહેન્દ્રસિંહ ધોનીએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને નિવૃત્તિની ઘોષણા કરી છે. એમ.એસ. ધોનીએ પોતાની ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું કે, ‘તમારા બધા તરફથી મળેલા પ્રેમ અને સમર્થન માટે ઘણા આભાર. આ પોસ્ટની સાથે ધોનીએ એક વીડિયો પણ શેર કર્યો છે.

નોંધનીય છે કે આઈસીસી વન્ડે અને ટી-20 વર્લ્ડ કપ અને ચેમ્પિયન ટ્રોફી જીતાડનારા એક માત્ર ભારતીય કેપ્ટન ધોની છે.