Video: કોરોના વાયરસથી અનેક મૃત્યુ: મૃતદેહોને ખાનગી રીતે પણ દાટી દેવામાં આવે છે વિડીયો વાયરલ

અમદાવાદમાં પણ 5000થી વધારે મોત થયા ની વાત એક તબક્કે ફેલાઈ હતી

કોરોના વાયરસને કારણે દેશમાં મૃત્યુઆંક દિવસેને દિવસે સતત વધી રહ્યો છે. અમદાવાદ સહિત સમગ્ર દેશમાં કોરોના વાયરસથી દર્દીઓના મોત થઈ રહ્યા છે ભૂતકાળમાં અનેક વખત મીડિયા દ્વારા આરોપ મૂક્યો હતો કે સરકાર દ્વારા મરણાંક છૂપાવવામાં આવે છે. તાજેતરમાં જ આવું જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે આ વિડીયો ક્યાં રાજ્ય કે શહેરનો છે તેની હજુ કોઈને ખબર નથી પરંતુ વીડિયોની અંદર દેખાય રહ્યું છે કે એક ગાડીમાંથી કેટલાક માણસો PPE કીટ પહેરીને નીચે ઉતરે છે અને ગાડીમાંથી પ્લાસ્ટિકમાં લપેટાયેલા મૃતદેહને બહાર કાઢે છે અને અગાઉથી જ ખોદી લખાયેલા એક મોટા ખાડામાં તેને નાખી દે છે ચારથી પાંચ મૃતદેહોને આ રીતે નાખી દેવામાં આવે છે.

અત્રે નોંધનીય છે કે આ અગાઉ ગુજરાતના અમદાવાદમાં પણ અનેક લોકોના મોત થયા હતા જુદા જુદા સ્મશાનો અને કબ્રસ્તાનમાંથી મળેલી માહિતી મુજબ પાંચ હજારથી વધુ લોકોના મોત થયાનો આક્ષેપ પણ થયો હતો આમ ગુજરાત સમગ્ર દેશમાં કોરોનાવાયરસ થી મરણ પામેલા દર્દીઓની સંખ્યા ઓછી દેખાવા માટે તેને બારોબાર પણ દાટી દેવામાં આવે છે એ પ્રકારના આક્ષેપો ફરીથી શરૂ થયા છે.