PM મોદીએ 106 વર્ષના પૂર્વ MLAને ફોન કર્યો કોરોના સામે લડવા આશીર્વાદ માગ્યા

દેશમાં કોરોના વાયરસના કેસો વધી રહ્યા છે. કેન્દ્ર સરકાર રાજ્ય સરકારો સાથે મળીને કોરોના વાયરસ વિરૂદ્ધ લડી રહી છે. આ સ્થિતિ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત વિવિધ વર્ગો અને પ્રદેશોના લોકો સાથે વાતચીત કરી રહ્યા છે. દરમિયાન મોદીએ કુશીનગર જિલ્લાના 106 વર્ષીય પૂર્વ ધારાસભ્ય નારાયણને ફોન પર વાત કરી.

ઉત્તરપ્રદેશના કુશીનગર જિલ્લાના નૌરંગિયા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય નારાયણ સાથે વડાપ્રધાન મોદીએ વાત કરી જે દરમિયાન મોદીએ તેમની પાસેથી હાલચાલ જાણ્યા. પૂર્વ ધારાસભ્ય નારાયણ 106 વર્ષના થઈ ચૂક્યા છે. તેમણે જનસંઘની ટિકિટ પર ચૂંટણી લડી હતી.

વડાપ્રધાન મોદીએ વાતચીત કરતા કહ્યું કે તમે 100 વર્ષ જોયા છે. વિચાર્યુ કે આ સંકટ સમયે તમારા આશીર્વાદ લેવા જોઈએ. આ સાથે જ પીએમ મોદીએ કહ્યું કે તેમણે લોકો પાસેથી તમે જે શીખ્યા તે દેશ માટે કામ કરવું જોઈએ, આ તેમની ઇચ્છા છે. જ્યારે પૂર્વ ધારાસભ્ય નારાયણે મોદીને કહ્યું કે તમે સ્વસ્થ રહો અને દેશનું નેતૃત્વ કરો.

ઉલ્લ્ખનીય છે કે આ પહેલા વડાપ્રધાન મોદીએ 99 વર્ષીય પૂર્વ ધારાસભ્ય રત્નાભાઈને ફોન પર વાતચીત કરી હતી. કોરોના વિરૂદ્ધની લડાઈમાં પોતાની જમા મરણમૂડી 51 હજાર રૂપિયા મુખ્યમંત્રી રાહત ફંડમાં દાન કર્યું હતું.