નરેશ કનોડિયાની તબિયત સારી છે કોઈ અફવામાં આવવું નહી: હીતુ કનોડિયા

ગુજરાતી ફિલ્મોના એક સમયના સુપરસ્ટાર નરેશ કનોડિયાના નિધનનો એક સંદેશ સોશિયલ મિડિયામાં વાયરલ થયો હતો જેને પગલે એક સમયે તેમના લાખો-કરોડોમાં ચાહકોમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી. જોકે, આ અંગે તેમના પુત્ર ગુજરાતી સિનેમાના અભિનેતા હીતુ કનોડિયાએ કહ્યું કે, મારા પપ્પાની તબિયત સ્થિર છે, કોઈ અફવાઓમાં માનતા નહીં. નોંધનીય છે કે, નરેશ કનોડિયાના 20 ઓક્ટોબરે કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા જેને પગલે સારવાર માટે અમદાવાદની યુએન હોસ્પિટલમાં એડમીડ છે પરંતુ ગઈકાલે તેમની તબીયત અચાનક લથડી અને ઓક્સિજન લેવલ ઘટતા નરેશ કનોડિયા વેન્ટિલેટર પર રખાયા છે.

ગુજરાતમાં કોરોનાનો પ્રથમ કેસ સામે આવ્યો ત્યારે નરેશ કનોડિયાએ ઢોલ વગાડીને ‘ભાગ કોરોના ભાગ, ભાગ કોરોના ભાગ…તારો બાપ ભગાડે’ ગીત ગાયું હતું.

નરેશ કનોડિયા વર્ષ 1970માં આવેલી ગુજરાતી ફિલ્મ જગતમાં વેલીને આવ્યા ફૂલથી અભિનયની શરૂઆત કરી હતી તેમજ 125થી વધુ ગુજરાતી ફિલ્મોમાં અભિનય કર્યો છે. જ્યારે તેમના મોટા ભાઈ મહેશ કનોડિયા ભૂતપૂર્વ સાંસદ આ બન્ને જોડીએ ગુજરાતી ફિલ્મમાં એક ચક્રી શાસન ચલાવ્યું છે.