ભાજપના સાફ નિયત સહી વિકાસ નામના સોશિયલ ગ્રુપમાં બીભત્સ વિડીયો

અમદાવાદના પૂર્વમા ગૃહ પ્રધાનના ફોટા સાથે બનાવેલ ગ્રુપ સાફ નિયત સહી વિકાસ નામના ૨૬૫ જેટલા ગ્રુપ મેમ્બરના આ ગ્રુપમાં મુકેશ પટેલ નામના મેમ્બરએ અશ્લીલ વીડીયો પોસ્ટ મુકીને તમામ મેમ્બરોને ક્ષોભજનક સ્થિતિમા મુકી દેતા પૂર્વની વટવા વિધાનસભા વિસ્તારના લોકોમાં હોબાળો થયો.

આ ગ્રુપમા પાંચ વોર્ડના કોર્પોરેટર તેમજ પક્ષના હોદ્દેદારો અને મહિલા અગ્રણીઓ સાથે ધારાસભ્ય ઓ પણ જોડાયેલ હતા. તેઓએ આ પોસ્ટ મુક્તાની સાથે જ બે કલાકથી સતત ગ્રુપમાંથી બહાર નીકળી જવાનું મુનાસિબ માન્યું. જોકે, મુકેશ પટેલ નામના મેમ્બરએ માફી માંગીને બે વાર આ અશ્ર્લીલ વીડીયો પોસ્ટ કરતા લોકો એ તેમની ઉપર મેસેજ કરીને બહાર કરવાનો ફિટકાર વરસાવ્યો માફી માંગ્યા બાદ પણ ગ્રુપમા બીજો વીડીયો પોસ્ટ કરી દેતા જ ગ્રુપ એડમીન આ વોટસએપ ગ્રુપમાંથી સ્વયં બહાર થઈ ગયા.