અમિત શાહ કોરોનામાંથી જલદી સાજા થઇ જાય તેવી દેશભરમાં પ્રાર્થના

દેશના ગૃહમંત્રી અમિત શાહને કોરોના વાયરસથી ચેપગ્રસ્ત થયા છે સારવાર માટે તેઓને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. અમિત શાહને કોરોના થયાના અહેવાલો બાદ તેમના લાખો સમર્થકોમાં ચિંતા છે. આજે સવારથી જ દેશભરના વિવિધ રાજ્યોમાં લોકો અમિત શાહ કોરોના વાયરસને હરાવીને જલદી સાજા થઇ જાય તેવી પ્રાર્થના કરી રહ્યા છે કેટલાય લોકોએ અમિત શાહ સાજા થઇ જાય તેના માટે ખાસ પૂજા-અર્ચના પણ કરી છે.

બીજી બાજુ અમિત શાહે પણ અપીલ કરી છે કે છેલ્લા કેટલાક દિવસ દરમિયાન મારા સંપર્કમાં આવેલા તમામ લોકોએ પોતાનો રિપોર્ટ કરાવી લેવો જોઇએ મારી તબિયત સારી છે પરંતુ ડોક્ટરોની સલાહ હોવાથી હું દાખલ થયો છું.