નવરાત્રી મહોત્સવ રદ્દ, નવરાત્રિને કોરોનાનું ગ્રહણ લાગશે નક્કી

ગુજરાત સહિત દેશભરમાં કોરોના વાયરસનું સંક્રમણ વધુ વકરી રહ્યું છે. આગામી દિવસોમાં નવરાત્રિ શરૂ થવાની જેને પગલે ખેલૈયા નવરાત્રિમાં ઝૂમવા માટે કાગડોળે રાહ જોઈ રહ્યા છે. પરંતુ આ સ્થિતિ વચ્ચે નવરાત્રી અંગે રાજ્ય સરકારે એક મહત્વનો નિર્ણય કર્યો છે. આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે, આગામી 17થી 25 ઓક્ટોબર દરમિયાના યોજાનારો રાજ્યકક્ષાનો નવરાત્રી મહોત્સવ નહીં યોજાય.

નોંધનીય છે કે, રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના વાયરસના દૈનિક 1400થી વધુ કેસ નોંધાય રહ્યા છે.