નેપાળના PM ઓલી પોતાની રાજકીય ચાલમાં ફસાયા

ભારતના પાડોશી દેશ નેપાળમાં રાજનીતિક ઘટનાક્રમ ઝડપથી બદલાઈ ગયો સતત નેપાળના પીએમ ઓલીની રાજીનામાની માંગ વચ્ચે કેપી શર્મા ઓલીએ રાષ્ટ્રપતિ મુલાકાત કરીને બાદમાં આપાત બેઠક બોલાવી જે બેઠકમાં નેપાળ સંસદના વર્તમાન બજેટ સેશનને રદ્દ કરવાનો નિર્ણય કર્યો છે. સૂત્રો દ્રારા પ્રાપ્ત માહિતી પ્રમાણે ઓલી તેના દેશની જનતાને સંબોધન કરશે તેમજ કોઈ મોટી જાહેરાત કરી શકે છે.

નોંધનીય છે કે, નેપાળમાં રાજનીતિ સંકટ ત્યારે શરૂ થયું જ્યારે નેપાળની સરકારે સંસદમાં નવા રાજનીતિ નક્શાને જારી કર્યો જેમાં ઉત્તરાખંડના ત્રણ ગામને પોતાના દેશની જમીન ગણાવી. ભારત આ નક્શાનો જોરદાર વિરોધ કર્યો પરંતુ નેપાળ નવો નક્શો જારી કરી દીધો.

આ પછી, ઘણા પ્રસંગો પર કેપી ઓલીએ ભારત વિરોધી નિવેદનો આપ્યા જેમાં કોરોના વાયરસ જેવો ખતરનાક વાયરસ ભારતથી આવ્યો અને ભારત પર તેની સરકારને અસ્થિર કરવાનો આરોપ લગાવ્યો જોકે, દરેક વખતે ભારતે કેપી ઓલીના નિવેદને નકારી દીધા હતા.