મહારાષ્ટ્રના અલીબાગમાં ત્રાટક્યું ‘નિસર્ગ’ વાવાઝોડું

અરબી સમુદ્રમાં સક્રીય નિસર્ગ વાવાઝોડું મહારાષ્ટ્રના અલીબાગ દરિયાકાંઠા વિસ્તારને ટકરાય ગયું છે. મોસસ વિભાગના જણાવ્યા મુજબ ચક્રવાતી તૂફાન લગભગ 120 કિ.મી પ્રતિ ઝડપથી ત્રાટક્યું છે. જેને પગલે મુંબઈના મોટાભાગના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થઈ ગયો છે. નિસર્ગ વાવાઝોડું તબાહી મચાવી રહ્યું છે.

મુંબઈ અને અલીબાગમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડી રહ્યો છે. તેમજ મુંબઈમાં અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી અને કાચા મકાનોના છાપરા ઉડ્યા. બાન્દ્રા-વર્લી સી લિંક પર લોકોના અવર-જવર પર પ્રતિબંધ મૂક્યો. 129 વર્ષ બાદ મુંબઈના દરિયાકિનારે વાવાઝોડું ટકરાયું છે. આગામી 3 કલાક સુધી વાવાઝોડાની અસર રહેશે. મુંબઈ એરપોર્ટ સાંજે 7 વાગ્યા સુધી બંઘ કરવામાં આવ્યું. કાર્ગો પ્લેન લપસી જવાના કારણે નિર્ણય લેવામાં આવ્યો છે.

નિસર્ગ વોવાઝોડું મહારાષ્ટ્રમાં ત્રાટકવાને પગલે દમણ અને દક્ષિણ ગુજરાતના દરિયાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ગુજરાતના દરિયામાં મોજા ઉંચા મોજા ઉછળવાનું શરૂ થઈ ગયું છે.

નિસર્ગ વાવાઝોડું હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે મહારાષ્ટ્રના કાંઠા નજીક પહોંચી ગયુ છે. આગામી 3 કલાક સુધી વાવાઝોડાની અસર રહેશે. નિસર્ગ તૂફાન દરમિયાન 100થી 120 કિ.મી. પ્રતિ કલાક ઝડપી પવન અને સમુદ્રમાં 6 ફૂટથી વધુ ઉંચા મોજા ઉછળ્યા જેને પગલે પાણી-પાણી કરી શકે છે. બીજી તરફ વાવઝોડાના પગલે ગુજરાત અને મહારાષ્ટ્રના કાંઠા જિલ્લાઓમાં તેજી પવન ફૂંકાવાની સાથે ભારે વરસાદ શરૂ થઈ ગયો છે.