સરકારી કર્મચારીઓને પગાર ચૂકવવાની નીતિન પટેલની જાહેરાતને લોકોએ ખૂબ જ મજાક ઉડાવી

કોરોના વાયરસના સંદર્ભમાં નાયબ મુખ્યમંત્રી કોઈ જાહેરાત કરવાને બદલે કોથળામાંથી બિલાડું કાઢયું

ગઈકાલે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે એક વિડિયો ક્લિપીંગ જારી કરી હતી. જેમાં તેઓએ ખુબ જ મોટા ઉપાડે જાહેર કરી હતી કે હાલમાં લોકડાઉનની સ્થિતિમાં સરકારની આવક બંધ છે. આમ છતાં ગુજરાતના છ લાખ જેટલા સરકારી કર્મચારીઓ અને અન્ય ચાર લાખ જેટલા પેન્શનરોને તેમનો પગાર તથા પેન્શન કરી દેવામાં આવશે. સરકાર તેના માટે રૂ ૪૦૦૦ કરોડ આપશે.

નીતિન પટેલની આવી જાહેરાતોને પગલે સોશિયલ મીડિયા પર તેમની ખૂબ જ મજાક ઉડાવાય રહી છે લોકો કહે છે કે અમને એવી અપેક્ષા હતી કે નાયબ મુખ્યમંત્રી તરીકે નીતિન પટેલ કોરોના વાયરસના સંદર્ભમાં કોઈ મહત્વની જાહેરાત કરશે પરંતુ અમારી આશા ઠગારી નીવડી હતી.

જ્યારે સરકારી કર્મચારીઓ અને અધિકારીઓ સોશિયલ મીડિયા પર એકબીજાને એવા મેસેજ મોકલી રહ્યા છે કે નીતિન પટેલની જાહેરાત આપણા પરુ ઉપકાર કરતા હોય એ પ્રકારની છે કારણકે પગાર આપવો તે સરકારની ફરજ છે સરકારે જ એવી જાહેરાત કરી હતી કે લોકોની સ્થિતિ વચ્ચે કોઈ પણ કંપની કર્મચારીઓનો પગાર કાપી શકશે નહીં કે પગાર અટકાવી શકશે નહીં

તો પછી સરકાર કઈ રીતે કર્મચારીઓનો પગાર અટકાવી શકે? નીતિન પટેલની આ જાહેરાતનો કોઈ જ અર્થ રહેતો નથી.

સોશિયલ મીડિયા પર લોકો આક્રોશ વ્યક્ત કરતી ટીકા કરે છે અને લખે છે કે હમણાં ઘણા દિવસ થયા નીતિન પટેલ મીડિયામાં ચમકી શકતા નથી આથી મીડિયામાં અને સમાચારમાં માટે જ નીતિન પટેલે આવો તુંક્કો ચલાવ્યો છે પરંતુ તેમનો આ તુક્કો બુદ્ધિનું દેવાળું ફૂંકવા જેવો છે.