ભાજપમાં જૂથવાદને ચલાવી લેવાશે નહીં આવા લોકોને ટિકિટ નહીં મળે: સી.આર.પાટીલનો ધડાકો

જૂનાગઢમાં કોંગ્રેસના કાર્યકરો સાથે ભાજપના પ્રદેશ પ્રમુખ વાતચીત કરી આઈટી સેલની કામગીરી અંગે નારાજગી વ્યક્ત કરી

ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે હોદ્દો સંભાળ્યા બાદ સી.આર પાટીલ ગઈકાલથી સૌરાષ્ટ્રના ચાર દિવસના પ્રવાસે નીકળ્યા છે આજે સવારે તેઓ પોતાના વિશાળ કાફલા સાથે જૂનાગઢમાં આવ્યા હતા બપોરે ભાજપના કાર્યકરો સાથે મીટીંગ પણ ગોઠવી હતી જેમાં તેઓએ ખૂબ જ સ્પષ્ટ સંદેશ આપ્યો છે તેઓએ કહ્યું છે કે ભાજપમાં જૂથવાદને કોઈ પણ હિસાબે ચલાવી લેવાશે નહીં આથી કોઇના પણ જૂથમાં જોડાવવાની કોઈ જરૂર નથી જૂથવાદને લઈને મારા સહિતના કોઈપણ નેતા ચૂંટણીમાં કોઇને પણ ટિકિટ અપાવી શકશે નહીં.

કોઈના પણ જૂથમાં રહેવાને બદલે માત્ર ભાજપ પક્ષ માટે જ કામ કરો પ્રદેશ પ્રમુખ કાર્યકરોને એવો પ્રશ્ન પૂછ્યો હતો કે તમને લોકોને ભાજપના આઈટી સેલની કામગીરી કેવી લાગી જેના જવાબમાં કાર્યકરો કહ્યું કે કામગીરી સારી લાગી છે આથી સીઆર પાટીલે બીજો પ્રશ્ન પૂછ્યો કે કઈ રીતે કામગીરી સારી લાગી છે આ પ્રશ્ન સાંભળીને સૌ કોઈ સમજી ગયા કે આ પ્રદેશ પ્રમુખ શું કહેવા માંગે છે આથી ઘણા કાર્યકરો હસી પડ્યા હતા ત્યારબાદ પ્રમુખ પાટિલે કહ્યું કે આઈટી સેલનું કામ ચૂંટણી જીતાડવાનું છે પરંતુ જૂનાગઢમાં ભાજપને માત્ર એક બેઠક મળી છે હું તમારાથી નારાજ છું.

બીજી બાજુ રાજકીય તજજ્ઞોનો સી આર પાટીલ નો આ રીતનું કડક વલણ જોઇને એવું અનુમાન કરે છે કે આગામી દિવસોમાં સરકાર માટે પણ કેટલીક મુશ્કેલી ઉભી થઈ શકે છે અગાઉ પણ પટેલે સ્પષ્ટ જણાવ્યું હતું કે કોંગ્રેસના એક પણ ધારાસભ્ય કે કાર્યકર ને આપણે ભાજપમાં લાવવાનો નથી કે તેને જીતવા દેવાનો નથી ઉપરાંત પાટીલે રાજ્યકક્ષાના મંત્રીઓને દર મંગળવારે કમલમમાં હાજર રહેવાનો આદેશ આપ્યો છે જેથી ભાજપના કાર્યકરોને સચિવાલયના ધક્કા ન થાય અને તેનું રજૂઆતો કમલમાં જ થઈ શકે.